ગુજરાત

gujarat

ETV Bharat / city

અરબીસમુદ્રમાં આકાર લઈ રહેલા વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના આ વિસ્તારમાં ભારે પવન અને વરસાદની આગાહી - પોરબંદર

અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા ચોમાસા પૂર્વેના વાવાઝોડાંને લઈને હવામાન વિભાગે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ. જૂનાગઢ, પોરબંદર,દીવ અને દ્વારકા સહિતના કેટલાક વિસ્તાર અસરગ્રસ્ત બને તેવી શક્યતાઓ છે.

અરબીસમુદ્રમાં આકાર લઈ રહેલા વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના આ વિસ્તારમાં ભારે પવન અને વરસાદની આગાહી
અરબીસમુદ્રમાં આકાર લઈ રહેલા વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના આ વિસ્તારમાં ભારે પવન અને વરસાદની આગાહી

By

Published : May 29, 2020, 4:01 PM IST

જૂનાગઢઃ અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા ચોમાસા પૂર્વેના વાવાઝોડાને લઈને હવામાન વિભાગે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવનની સાથે વરસાદની આશંકાઓ વ્યક્ત કરી છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવ અને દ્વારકા સહિતના કેટલાક વિસ્તાર અસરગ્રસ્ત બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અરબીસમુદ્રમાં આકાર લઈ રહેલા વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના આ વિસ્તારમાં ભારે પવન અને વરસાદની આગાહી
ચોમાસા પૂર્વે અરબી સમુદ્રમાં વાવાઝોડું આકાર લઇ રહ્યું છે જે આગામી થોડા દિવસોમાં વધુ મજબૂત બનીને આગળ વધે એવી શક્યતાઓ જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાનો ખતરો અરબી સમુદ્રકાંઠાના જિલ્લાઓ અને કાંઠા વિસ્તારના કેટલાક ગામોને આવરી લઇ શકે છે.
અરબીસમુદ્રમાં આકાર લઈ રહેલા વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના આ વિસ્તારમાં ભારે પવન અને વરસાદની આગાહી

વાવાઝોડાંને પગલે દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની સાથે મધ્યમ પ્રકારનો વરસાદ પણ વરસી શકે છે. વાવાઝોડું અરબી સમુદ્રમાં સ્થિર થવાની શક્યતાઓ છે પણ જો આગામી દિવસોમાં આગળ વધશે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને કેટલાક ગામોમાં ચોમાસા પૂર્વેનો કમોસમી વરસાદ પણ વરસે તો થોડેઘણે અંશે નુકશાનીની શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details