ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ પંથકમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

જૂનાગઢ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ થતા શહેરમાં ઠંડકનું વાતાવરણ જોવા મળ્યું હતું. બુધવારે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

rains in Junagadh
જૂનાગઢમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

By

Published : Jun 24, 2020, 10:28 PM IST

જૂનાગઢઃ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ થતા શહેરમાં ઠંડકનું વાતાવરણ જોવા મળ્યું હતું. બુધવારે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

જૂનાગઢમાં ધોધમાર વરસાદ

  • ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
  • લોકોને ગરમીમાં મળી રાહત
  • વરસાદથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા
  • રાજ્યના અનેક જિલ્લામાં પડ્યો છે વરસાદ

શહેરમાં જે પ્રકારે શનિવારે ધોધમાર વરસાદ પડ્યો હતો, તે જોતા શહેરમાં આગામી દિવસોમાં ચોમાસુ પ્રારંભ થઇ જશે તેવી લોકોને આશા હતી, પરંતુ શનિવાર બાદ અચાનક વરસાદે વિદાય લેતા વાતાવરણ ઉનાળા જેવું બની ગયું હતું, ત્યારે બુધવારે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદને કારણે ફરી એક વખત જૂનાગઢ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જૂનાગઢમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

શહેરના લોકોને અષાઢી બીજના દિવસે વરસાદ પડવાની આશા હતી. પરંતુ મંગળવારે અષાઢી બીજના તહેવારે વરસાદનો એક પણ છાંટો ના પડતા લોકોમાં ચિંતા જોવા મળી હતી. જો કે બુધવારે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા ચોમાસુ હવે વિધિવત રીતે જૂનાગઢ શહેર અને જિલ્લામાં આગળ વધશે તેવી હામ જૂનાગઢ શહેર અને જિલ્લાના લોકોમા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details