જૂનાગઢ: ઘેડ પંથકમાં વરસાદે અણધારી કુદરતી આફતે સર્જી છે. ભાદરવે ભારે હાલકી સાથે ઘેડ-વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ઘેડ પંથકમાં દરિયા જેવો માહોલનો ઉભો થયો છે. સૌરાષ્ટ્રભરમાં અનરાધાર વરસાદ થતાં જૂનાગઢ જિલ્લામાં પણ અતિભારે વરસાદથી વંથલી ઓઝત, વિયર, સાબલી ડેમ ઓવરફલો થયાં છે. જેથી પાણી છોડવામાં આવતાં ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે.
અનેક ગામોમાં અને નિચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતાં. જેથી ઘરવખરી પલળી જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં રસ્તામાં ત્રણ ફુટથી વધુ પાણી જોવા મળ્યાં હતા. ચોમાસાની શરૂઆતથી મેઘરાજાએ અવાર-નવાર અનરાધાર વરસાદ વરસતો રહ્યો છે. જે મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળતો એ જ માહોલ આજે મુસીબત બની ગયો છે. ઘેડ પંથકમાં છેલ્લા એક મહિનાથી ખેતરોમાં સતત વરસાદી પાણી ભરાયેલાં રહેતાં ખેતરો રસ્તાઓમાં ધોવાણ સાથે ખેત-પેદાશો નાશ થઇ રહી છે.