જૂનાગઢઃ શહેરમાં ગુરુવારે સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે વરસાદી પાણી માર્ગો પર ભરાયા હતા. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ - Meteorological Department Forecast
જૂનાગઢ શહેરમાં ગુરુવારે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે વરસાદી પાણી માર્ગો પર ભરાયા હતા. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
શહેરમાં બુધવારે સમી સાંજે ધોધમાર ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો, જેને કારણે શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ત્યારે ગુરૂવારે સતત બીજા દિવસે ધોધમાર વરસાદનું આગમન શહેર અને ગિરનાર તળેટીમાં થયું હતું, જેના કારણે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, જિલ્લાના માંગરોળ, માળિયા તેમજ માણાવદરના કેટલાક વિસ્તારને બાદ કરતાં બીજા વિસ્તારોમાં વરસાદ જોવા મળતો ન હતો, પરંતુ જે પ્રકારે વાતાવરણ સર્જાઇ રહ્યું છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસમાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદની હેલી થતી જોવા મળશે.