જૂનાગઢ : કોરોના વાઈરસનું સંક્રમણ હવે સમગ્ર દેશ અને રાજ્યમાં વ્યાપક અને ગંભીર બનતું જાય છે. ત્યારે સંક્રમણથી એક માત્ર બચાવના સાધન તરીકે સમગ્ર વિશ્વના લોકો માસ્ક પર નિર્ભર બન્યા હતા. ત્યારે ગઈકાલે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા ફિલ્ટર સાથેના N95 માસ્ક અયોગ્ય તેમજ કોરોના સામે રક્ષણ પૂરું પાડવા માટે પૂરતા નહીં હોવાનો મત આપ્યો હતો.
- કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે માસ્કની માગ સતત વધી રહી છે
- કોરોના સંવેદનશીલ શહેરોમાં જાહેરમાં માસ્ક વગર બહાર નીકળવું એ ગુનો છે
- કેન્દ્રીય આરોગ્ય વિભાગે ફિલ્ટર સાથેના N95 માસ્કને અયોગ્ય ગણાવ્યા
- આરોગ્ય વિભાગના દિશાનિર્દેશો બાદ લોકોમાં ચિંતા