ગુજરાત

gujarat

ETV Bharat / city

Hanuman Jayanti 2022: હનુમાનજીએ ચરણોની નીચે કોની શિખા અને શા માટે પકડી છે, જાણો ઈતિહાસ

હનુમાન જયંતી પર્વે આજે(શનિવારે) પનોતીનું નિર્મૂલન કરતા હનુમાનજી મહારાજના દર્શન કરવા ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે. સંકટ મોચન શા માટે સંકટનું મોચન(hanmanji why called sankat mochan) કરનાર કહેવાયા તેમજ તેમણે તેમના ચરણોની નીચે કોની શિખા શા માટે પકડી છે, ચાલો જાણો ઈતિહાસ.

Hanuman Jayanti 2022: હનુમાનજીએ ચરણોની નીચે કોની શિખા શા માટે પકડી છે, જાણો ઈતિહાસ
Hanuman Jayanti 2022: હનુમાનજીએ ચરણોની નીચે કોની શિખા શા માટે પકડી છે, જાણો ઈતિહાસ

By

Published : Apr 16, 2022, 5:03 PM IST

જૂનાગઢ:ભવનાથમાં આવેલા લંબે હનુમાન મંદિરમાં સંકટ મોચનના ચરણોની નીચે પનોતી જોવા મળે છે. આ સાથે હનુમાનજી મહારાજના હાથમાં પનોતીની શિખા હોય તેવા મંદિરમાં ઐલોકીક દર્શન થઈ રહ્યા છે. હનુમાન જયંતિના પર્વે પનોતીનું નિર્મૂલન કરતા દર્શન કરવા ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે. ત્યારે આજે(શનિવારે) હનુમાન જયંતીના દિવસે સંકટ મોચન હનુમાનજી શા માટે સંકટનું મોચન કરનાર કહેવાયા(hanmanji why called sankat mochan) તે હનુમાનજીની પ્રતિમા પરથી ધાર્મિક દ્રષ્ટિએ ફળીભૂત થાય છે. જે પ્રકારે હનુમાનજીએપનોતીને પોતાના ચરણોની નીચે અને તેની શિખાને તેના હાથ વડે પકડીને પનોતીનું નિર્મૂલન કરતા હોય તેવા દર્શન હનુમાન જયંતિના પાવન પર્વે ભાવિ ભક્તો કરીને પોતાની જાતને ધન્ય ગણે છે.

આ પણ વાંચો:Hanuman Jayanti 2022 : ભાવનગરના ગોળીબાર હનુમાનજીનું નામ "ગોળીબાર" કેમ ? હનુમાન જયંતિ નિમિતે જાણો મહત્વ

હનુમાનના ચરણોમાં જોવા મળતી પનોતી એટલે શનિ -હનુમાનના ચરણોમાં જે પાત્ર જોવા મળે છે તેને આપણે પનોતી તરીકે ઓળખીએ છીએ. પરંતુ વાસ્તવમા તે શનિદેવ છે. ભગવાન હનુમાનજી સાથે શનિ દેવનું યુદ્ધ થયું હતું. તે યુદ્ધમાં શનિનો(bad shani symptoms) પરાજય થયો હતો. જેથી હનુમાનજીએ શનિદેવને પોતાના ચરણોમાં દબાવીને તેની શિખા હાથમાં પકડીને શનિદેવને સબક શીખવાડ્યો હતો. ત્યારે શનિ મહારાજે પણ હનુમાનજીને વચન આપ્યું હતું કે કોઈ પણ ભક્ત તમારી પૂજા અને ભક્તિ કરશે તેને હું શનિ તરીકે કોઇ પણ જાતનું કષ્ટ(blessing of Shnidev) કે નુકસાન નહીં કરી(shani dosh ke upay) શકું. તેવી ધાર્મિક માન્યતા આજે પણ હિન્દુ ધર્મમાં જોવા મળે છે.

આ પણ વાંચો:Hanuman Jayanti 2022: ભવનાથમાં હનુમાન જયંતીએ 11,000 મોતીચૂર લાડુનો મનોરથ પૂર્ણ કરાશે

હનુમાનજી સામે હારથી બચવા શનિદેવએ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું -હનુમાનજી મહારાજના ચરણોમાં જે નારી જોવા મળે છે તે શનિ છે. ધાર્મિક માન્યતા અને પૌરાણિક કથાઓ અનુસાર કષ્ટભંજન અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું. તેની પાછળનું ધાર્મિક અને રસપ્રદ તારણ આજે પણ એટલું જ પ્રાસંગિક છે. શનિ પોતે માનતા હતા કે તેમના જેવા સમર્થ અને શક્તિશાળી અખિલ બ્રહ્માંડમાં કોઈ નથી. ત્યારે હનુમાનજીને યુદ્ધ માટે શનિદેવે લલકાર્યા હતા. હનુમાનજી તેમજ શનિદેવ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં શનિ પોતાની હાર ભાળી જતાં તેમણે નારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. શનિદેવ એવું માનતા હતા કે હનુમાનજી બ્રહ્મચારી છે માટે એક નારીના સ્વરૂપમાં મારી સાથે યુદ્ધ નહીં કરે અને આ યુદ્ધમાં હાર સ્વીકારી લેશે. તેવો વિચાર કરીને શનિદેવે નારીનું રૂપ ધારણ કર્યું હતું. મહિલાના રૂપમાં હનુમાનજી સાથે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે હનુમાનજીએ પણ મહિલાના રૂપમાં આવેલા શનિદેવને તેના ચરણ નીચે દબાવીને તેની શિખા હાથ વડે પકડી યુદ્ધમાં હનુમાનજીએ વિજય પ્રાપ્ત કર્યો હતો.

હનુમાનજી સતગુરુ હોવાને કારણે નર કે નારીમાં કોઈ ભેદ ન કરી શકે -શનિદેવ એવું માનતા હતા કે હનુમાનજી બ્રહ્મચારી(lord hanuman brahmachari) હોવાને કારણે તેઓ નારીના રૂપમાં મારી સાથે યુદ્ધ નહીં કરે. જ્યારે અંતે હનુમાનજી યુદ્ધમાં તેની હાર સ્વીકારી લેશે. પરંતુ શનિદેવની આ નીતિ યુદ્ધમાં પરિપૂર્ણ થતી જોવા મળી ન હતી. હનુમાનજી બ્રહ્મચારી હોવાની સાથે સદગુરુ પણ હતા. આવી પરિસ્થિતિમાં સદગુરુ કોઈ પણ અનિષ્ટ તત્ત્વોનો નાશ કરવા માટે નર કે નારી તત્વમાં કોઈ પણ ભેદ ન રાખી શકતા નથી. આ કારણે જ શનિદેવની મહિલાના સ્વરૂપમાં યુદ્ધ જીતવાની અંતિમ પ્રયુક્તિ પણ નિષ્ફળ નીવડી હતી. આ યુદ્ધમાં હનુમાનજીનો વિજય થયો ત્યારથી હનુમાનજીના ચરણોમાં શનિદેવ જોવા મળે છે. તેની શિખા કષ્ટભંજન દેવે પોતાના હાથમાં ધારણ કરીને પનોતીનું નિર્મૂલન કરતા હોય તેવા દર્શન આપી રહ્યા છે જે હનુમાન જયંતિના પ્રસંગે સૌ ભાવીભક્તોને ભાવવિભોર પણ કરી દીધાં છે.

ABOUT THE AUTHOR

...view details