જૂનાગઢઃ ગિરનાર તળેટીમાં આવેલા લંબે હનુમાન મંદિરમાં આજે હનુમાન જયંતિની (Hanuman Jayanti 2022) ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જોકે, છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે અહીં હનુમાન જયંતિ નિમિત્તે સાર્વજનિક ઉજવણીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં (Celebration of Hanuman Jayanti at the Lambe Hanuman Temple) આવ્યો હતો. ત્યારે આ વખતે 2 વર્ષ પછી હનુમાન જયંતિની ઉજવણી થતા વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો અહીં દર્શનાર્થે આવી રહ્યા છે.
મંદિરમાં 2 વર્ષ પછી ઉજવણી -આજે ચૈત્રી પૂર્ણિમા અને હનુમાન જયંતિના પાવન પ્રસંગે (Hanuman Jayanti 2022) ભવનાથની તળેટીમાં આવેલા અતિપ્રાચીન લંબે હનુમાન મંદિરે હનુમાન જયંતિની ધાર્મિક આસ્થા વિશ્વાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે આ મંદિરમાં હનુમાન જયંતિની (Celebration of Hanuman Jayanti at the Lambe Hanuman Temple) ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી થઈ રહી છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં કષ્ટભંજન દેવના ભક્તો હાજર રહીને હનુમાન જયંતિની ઉજવણી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃHanuman Jayanti 2022 : સુરતમાં વિશ્વની અનોખી હનુમાનજીની પ્રતિમા, દર્શને જતા શ્રદ્ધાળુ મંત્રમુગ્ધ