ગુજરાત

gujarat

ETV Bharat / city

GuruDutt Jayanti 2021: જાણો સમગ્ર વિશ્વમાં મહાગુરુ તરીકે પૂજાતા ગુરુ દત્તાત્રેયે સ્થાપિત કરેલા 24 ગુરુઓ વિશે - ગુરુદત્ત જયંતિ

આજે ગુરુદત્ત જયંતિની ઉજવણી (GuruDutt Jayanti 2021) થઈ રહી છે, ત્યારે ગિરનાર પરીક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાતા ગુરુદત્ત મહારાજની પૂજા સમગ્ર વિશ્વના સાધકો મહાગુરુ તરીકે પુજા કરી રહ્યા છે, ત્યારે મહાગુરુ તરીકે પૂજાતા ગુરુદત્ત મહારાજે પણ તેમના જીવન દરમિયાન 24 જેટલા ગુરૂઓ બનાવ્યા હતા અને તેમાંથી શીખ લઈને માનવજાતના કલ્યાણ માટે ઉપદેશ પણ આપ્યો હતો.

GuruDutt Jayanti 2021: જાણો સમગ્ર વિશ્વમાં મહાગુરુ તરીકે પૂજાતા ગુરુ દત્તાત્રેયે સ્થાપિત કરેલા 24 ગુરુઓ વિશે
GuruDutt Jayanti 2021: જાણો સમગ્ર વિશ્વમાં મહાગુરુ તરીકે પૂજાતા ગુરુ દત્તાત્રેયે સ્થાપિત કરેલા 24 ગુરુઓ વિશે

By

Published : Dec 18, 2021, 10:47 AM IST

જુનાગઢ:આજે ગુરુદત્ત જયંતિની (GuruDutt Jayanti 2021) સાધના અને ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે, ત્યારે આદી અનાદી કાળ પુર્વે ગિરનારની પાંચમી શિખરમાં ગુરુદત્ત મહારાજે ધર્મના આચરણને લઈને કઠોર સાધના (junagadh girnar gurudatt ) કરી હતી અને ત્યારથી ગિરનારની પાંચમી શિખર પર ગુરુદત્ત મહારાજની હાજરીના પ્રતિક રૂપે તેમની ચરણપાદુકાનુ પૂજન થતું આવ્યું છે, ત્યારે ગુરુદત્ત મહારાજના સાધકો ગુરુદત્ત પ્રત્યે અનોખી શ્રદ્ધા ધરાવે છે અને તેને કારણે જ ગુરુદત્ત મહારાજને તેમના ગુરુ પણ માની રહ્યા છે, આજે ગુરુદત્ત જયંતિના પાવન પ્રસંગે સમગ્ર વિશ્વના ગુરુ તરીકે પ્રસ્થાપિત મહાગુરુ એવા ગુરુદત્ત મહારાજે તેમના જીવનકાળ દરમિયાન પણ ૨૪ જેટલા ગુરુને પ્રસ્થાપિત કર્યા હતા.

GuruDutt Jayanti 2021: જાણો સમગ્ર વિશ્વમાં મહાગુરુ તરીકે પૂજાતા ગુરુ દત્તાત્રેયે સ્થાપિત કરેલા 24 ગુરુઓ વિશે

જીવનમાં શીખ આપતા 24 જેટલા જીવોને ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા

સમગ્ર જગત જેને ગુરુ તરીકે પુજી રહ્યું છે, જેની ચરણપાદુકાના દર્શન પણ પ્રત્યેક જીવને ઐલોકિક અનુભૂતિ કરાવી આપે એવા ગુરુદત્ત મહારાજે તેમના જીવનકાળ દરમિયાન પણ પ્રકૃતિના પ્રાણી-પક્ષી તત્વો અને જીવો મળીને કુલ 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા અને તેમાંથી કોઈને કોઈ શીખ મેળવી માનવ કલ્યાણ માટે માનવ ઉત્થાન માટે સનાતન હિન્દુ ધર્મની સ્થાપના અને તેના પ્રચાર અને પ્રસાર માટે માનવજાતને ઉપદેશ આપ્યો હતો.

ગુરુદત્તે તેમના જીવનકાળ દરમિયાન પ્રસ્થાપિત કરેલા 24 ગુરુઓ

ગુરુદત્ત મહારાજ તેમના સાધનાકાળ દરમિયાન જે જગ્યા પરથી તેમણે શીખ મળી છે. તે તમામને પોતાના ગુરુ તરીકે માન્યા છે. ગુરુદત્તની માન્યતા મુજબ કોઈપણ વ્યક્તિ કે વસ્તુ આપણને સદગુણોની શિક્ષા આપે અથવા તો જીવન જીવવાની પદ્ધતિ પ્રત્યે આપણને માહિતગાર કરે તેવા તમામ લોકો ગુરુથી જરા પણ ઉતરતા નથી જેને લઇને ગુરુદત્તે તેમના સમગ્ર સાધનાકાળ દરમિયાન ઉપયોગી બનેલા 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા.

૨૪ જેટલા ગુરુઓ આજે પણ ભવનાથ તળેટીમાં હાજરા હજૂર

કહેવાય છે કે, ૨૪ જેટલા ગુરુઓ આજે પણ ભવનાથ તળેટીમાં હાજરા હજૂર જોવા મળે છે અને એ પણ ગુરુદત્ત ચમત્કાર જ ગણી શકાય. ગુરુદત્તે શ્વાન, ગણિકા, કબુતર, સૂર્ય, વાયુ, હરણ, સમુદ્ર, પતંગા, હાથી, આકાશ, જળ, મધમાખી, માછલી, બાળક, કુનડ, પક્ષી, આંખ, ચંદ્રમા, કુમારિકા, તીલકામઠુ બનાવનાર, સાપ, કરોળિયો, ભૃંગી કીડો, અજગર, ભમરો જેવા પૃથ્વી પરના જીવ અને તત્વો પરથી શીખ મેળવી છે અને તેમને તેના ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા હતા.

આ પણ વાંચો:

ગુરુદત્ત જયંતીના પ્રસંગે મરાઠી લોકો ગુરુદત્તના દર્શન માટે જૂનાગઢ પધાર્યા

ગુરુ પૂનમના પાવન પ્રસંગે ગુરુદત્ત મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં મરાઠી પરિવારો ગિરનારના શરણે

ABOUT THE AUTHOR

...view details