ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં ગુરુનાનક દેવની જન્મજયંતીની ઉજવણી કરાઈ

શીખ ધર્મના ધર્મગુરુ ગુરુનાનક દેવ સાહેબની આજે 551મી અવતાર ધારણ જન્મ જયંતિ છે. ત્યારે જૂનાગઢમાં આવેલા ગુરુદ્વારામાં ગુરુનાનક દેવ ની જન્મ જયંતીની ભારે આસ્થા અને ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

By

Published : Nov 30, 2020, 10:56 PM IST

Junagadh
Junagadh

  • ગુરુ નાનક દેવ સાહેબની 551મી જન્મ જયંતી
  • જૂનાગઢના ગુરુદ્વારામાં જન્મ જયંતીની કરવામાં આવી ભાવભેર ઉજવણી
  • આજે દિવસભર ધાર્મિકની સાથે સંગીત કાર્યક્રમોનું ગુરુદ્વારામાં કરાયું આયોજન

જૂનાગઢઃ શીખ ધર્મના ધર્મ ગુરુ ગુરુનાનક દેવ સાહેબની આજે સોમવારના રોજ 551મી અવતાર ધારણ જયંતીના પ્રસંગે જૂનાગઢમાં આવેલા ગુરુદ્વારામાં ધાર્મિક આસ્થા અને સંગીત સાથે ઉજવણી કરવામાં આવી હતી. દિવસ દરમિયાન ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુનાનક દેવ સાહેબ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા ધર્મને લઈને સિખ સંપ્રદાયના અનુયાયીઓ તેમનું વાંચન અને પઠન કર્યું. સમગ્ર દિવસ દરમિયાન અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ગુરુ નાનક દેવ સાહેબને જન્મ જયંતી પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતા.

ગુરુનાનક દેવની જન્મ જયંતીઃ જૂનાગઢમાં કરાઇ ઉજવણી
જૂનાગઢના ગુરુદ્વારામાં દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજનગુરુનાનક દેવ સાહેબની 551મી જન્મ જયંતી પ્રસંગે જૂનાગઢના ગુરુદ્વારાને શણગારવામાં આવ્યો છે. આજે દિવસ દરમિયાન અહીં આવતા સર્વે માટે લંગરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ગુરુનાનક દેવ સાહેબના દર્શન કરવા આવ્યા હતા. જેને લઇને પણ ગુરુદ્વારામાં તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોન કરીને ગુરુ નાનક દેવ સાહેબની 551મી અવતાર ધારણ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details