જૂનાગઢ: આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદ બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આકરી ગરમીનો(Gujarat heat forecast) સામનો કરવો પડી શકે છે. તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકથી સૌરાષ્ટ્રના જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ગઈકાલની સાંજથી જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગે જુનાગઢ અમરેલી સહીત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ(Gujarat Weather forecast) પડવાની શક્યતાઓ (Weather forecast department ) વ્યક્ત કરી છે.
જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જે ખેતી તેમજ થેતીના પાકો જેમકે કેરી, કઠોળ અને વિવિધ ઉનાળુ પાકને અસર કરી શકે છે. આમ આ કમોસમી વરસાદ બાદ આકરી ગરમી પણ પડશે એવી હવામાન વિભાગની આગાહી કરવામા આવી છે. આ પણ વાંચો:Unseasonal Rains in Surat : સુરતના વાડી ગામે ભર શિયાળે વરસ્યો કમોસમી વરસાદ
સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ -ઉત્તર પૂર્વના રાજ્યોમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે ગુજરાત અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ(cloudy weather in saurashtra) સર્જાયું છે. વાદળછાયા વાતાવરણને કારણે દિવસના તાપમાનમાં અચાનક ખૂબ ઘટાડો થયો છે. આકરી ગરમીથી લોકોને છુટકારો મળ્યો છે. પરંતુ બે દિવસના કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ફરી આકરી ગરમીનો લોકોને સામનો કરવો પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ખેતી તેમજ થેતીના પાકો જેમકે કેરી, કઠોળ અને વિવિધ ઉનાળુ પાકને અસર કરી શકે છે. આ પણ વાંચો:Weather Forecast Gujarat: ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્રમાં માવઠાની આગાહી, 20થી 25 કિમીની ગતિએ ફૂંકાશે પવન
કમોસમી વરસાદ પાકને નુકસાનની થવાની શક્યતા -વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે તેને લઈને ઉનાળુ પાકો પર વિપરીત અસર(unseasonal rain to agriculture) જોવા મળી શકે છે. એમાં ખાસ કરીને જૂનાગઢ અને ગીર વિસ્તારમાં પાકતી કેસર કેરી પર માવાઠાનો માર વધુ(unseasonal rain causes) જોવા મળી શકે છે. આ સાથે ઉનાળુ મગફળી, અડદ, મગ અને અન્ય ઉનાળુ પાકોને પણ કમોસમી વરસાદથી ખૂબ નુકસાન થવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી છે. વરસાદી વાતાવરણ દૂર થયા બાદ ફરી એક વખત આકરી ગરમીનો(heat wave in gujarat) નવો તબક્કો શરૂ થશે તેવી શક્યતાઓ છે.
કમોસમી વરસાદ બાદ આકરી ગરમી પણ પડશે એવી હવામાન વિભાગની આગાહી કરવામા આવી છે.