કોરોનાની મહામારી વચ્ચે મુખ્ય પ્રધાને કરી જૂનાગઢના સફાઇ કર્મીઓ સાથે વાત - મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી ભરડો લઇ રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે આ મહામારીમાં પોતાના પરિવાર અને તેમની ચિંતા કર્યા વગર લોકોની સુખાકારી માટે સતત 14 દિવસથી કામ કરી રહેલા સફાઇ કર્મીઓ સાથે મુખ્યપ્રધાન રૂપાણીએ ટોલીફોનિક વાત કરી હતી અને તેમને મળતી સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી.
![કોરોનાની મહામારી વચ્ચે મુખ્ય પ્રધાને કરી જૂનાગઢના સફાઇ કર્મીઓ સાથે વાત કોરોના મહામારીની વચ્ચે મુખ્ય પ્રધાન રૂપાણીએ કરી જૂનાગઢના સફાઇ કર્મીઓ સાથે કરી વાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6702016-717-6702016-1586269551827.jpg)
જૂનાગઢઃ કોરોના મહામારી હવે ગુજરાતના એક પછી એક જિલ્લાને સંક્રમિત કરી રહી છે. જેની સામે સમગ્ર દેશ અને રાજ્યોની સરકાર કરોડોની સંખ્યામાં કર્મચારીઓ લોકોની સુખાકારી માટે કામ કરી રહ્યા છે. જે પૈકી જૂનાગઢમાં પણ હજારો સરકારી કર્મચારીઓ જૂનાગઢવાસીઓની ચિંતા કરીને સતત 14 દિવસથી કાર્યરત જોવા મળી રહ્યા છે. તે પૈકીના એક કર્મચારીની એટલે જૂનાગઢ મનપાના સફાઇ કર્મીઓ કોરોના વાઇરસ જેવી વૈશ્વિક મહામારીમાં પણ જુનાગઢના સફાઇ કર્મીઓ તેમની અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર સમગ્ર જૂનાગઢને સ્વચ્છ રાખવા માટે છેલ્લા 14 દિવસથી મથામણ કરી રહ્યા છે.