ગુજરાત

gujarat

ETV Bharat / city

Green Coconut Farming in Gujarat: દેશમાં 30 ટકાથી વધુ લીલા નાળિયેરની ખેતી કરતું ગુજરાત, જાણો શું છે વિશેષતા - સૌરાષ્ટ્રનો કોસ્ટલ વિસ્તાર કલ્પવૃક્ષની ખેતી માટે પ્રખ્યાત

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 5 જેટલી લીલા નાળિયેરની જાતની ખેતી (Green coconut cultivation along the coast of Gujarat) થઈ રહી છે. અહીં નાળિયેરીના પાકને દરિયાઈ વાતાવરણ અનુકૂળ (Green Coconut Farming in Gujarat) આવતું હોય છે. તો જાણીએ અહીં કઈ રીતે લીલા નાળિયેરની ખેતી થાય છે.

Green Coconut Farming in Gujarat: દેશમાં 30 ટકાથી વધુ લીલા નાળિયેરની ખેતી કરતું ગુજરાત, જાણો શું છે વિશેષતા
Green Coconut Farming in Gujarat: દેશમાં 30 ટકાથી વધુ લીલા નાળિયેરની ખેતી કરતું ગુજરાત, જાણો શું છે વિશેષતા

By

Published : Jan 29, 2022, 9:50 AM IST

જૂનાગઢઃ સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ખેતી પાક તરીકે 5 પ્રકારના લીલા નાળિયેરની ખેતી સફળતાપૂર્વક (Green coconut cultivation along the coast of Gujarat) થઈ રહી છે. દરિયાઈ વિસ્તાર હોવાને કારણે અન્ય ખેતી પાકો (Green Coconut Farming in Gujarat) અને તેની ઉપજ મેળવવી ખેડૂતો માટે ખૂબ મુશ્કેલ હોય છે. નાળિયેરીના પાકને (Green Coconut Farming in Gujarat) દરિયાઈ વાતાવરણ અનુકૂળ આવે છે. એટલે રાજ્યના ઉમરગામથી લઈને ઓખા અને દીવ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં લીલા નાળિયેરની ખેતી થઈ રહી છે. આ સાથે સમગ્ર દેશના દરિયાકાંઠાના વિસ્તારમાં 15 કરતાં વધુ જાતના નારિયેરની ખેતી સફળતાપૂર્વક (Green Coconut Farming in Gujarat) થઈ રહી છે.

ઋતુ અનુસાર નાળિયેરનો રંગ બદલાય છે

આ પણ વાંચોઃUse of Drones In Agriculture In Gujarat : ડ્રોનથી ખેતી કરવા ઇફકો સરકારને કરશે ભલામણ, ડ્રોન ખરીદવા મળશે ગ્રાન્ટ

ધાર્મિક વિધિમાં નારિયેળીની અનિવાર્યતા જોવા મળી રહી છે

સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તાર કલ્પવૃક્ષની ખેતી માટે પણ ઓળખાઈ (Coastal Region of Saurashtra is famous for the cultivation of kalpavriksha) રહ્યો છે. લીલા નાળિયેરને કલ્પવૃક્ષ સાથે સરખાવવામાં આવે છે. તંદુરસ્તીની સાથે ધાર્મિક વિધિમાં પણ નારિયેળીની અનિવાર્યતા આજે જોવા મળી રહી છે. આ પૈકીના સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં 5 જેટલા લીલા નાળિયેરની ખેતી આજે થઈ રહી છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં 5 પ્રકારના નાળિયેરની ખેતી થાય છે

સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર લીલી નાઘેર તરીકે ઓળખાઈ રહ્યો (Green coconut cultivation along the coast of Gujarat) છે. આમાં લીલા નાળિયેરની ખેતી તેને કલ્પવૃક્ષની ખેતી માટે ઉત્તમ વિસ્તાર તરીકે પણ ઓળખાણ વર્ષોથી આપી રહ્યો છે. આ વિસ્તારમાં 5 જેટલી અલગઅલગ લીલા નાળિયેરની ખેતી થઈ રહી છે. મુખ્યત્વે લોટણ પરથી આ 5 જેટલી અલગ અલગ જાતોની ખેતી થઈ રહી છે. આમાં લીલા નાળિયેર એટલે કે, જેને આપણે દેશી ભાષામાં ત્રોફા તરીકે ઓળખીએ છીએ. તે પીળા, નારંગી અને લીલો રંગનો ત્રોફા બજારમાં મળી રહ્યા છે.

આ પણ વાંચોઃNatural farming In Patan: પાટણના મોટીચંદુર ગામના ખેડૂતે રાસાયણિક ખેતીને આપી તિલાંજલિ

ઋતુ અનુસાર નાળિયેરનો રંગ બદલાય છે

ઋતુ અનુસાર નાળિયેરના રંગમાં થોડે ઘણે અંશે ફેરફાર થતો હોય છે. પરંતુ શિયાળા દરમિયાન લીલા નાળિયેરને તેના રંગ પરથી અલગ તારવવા ખૂબ જ સરળ બની રહ્યા છે. આરોગ્યની દૃષ્ટિએ પણ શ્રોફ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં અલગ અલગ 5 જાતના નાળિયેરની ખેતી આજે પણ (Green coconut cultivation along the coast of Gujarat) થઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં પાકતા લીલા નાળિયેર અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે

સૌરાષ્ટ્રમાં થતા લીલા નાળિયેર સૌરાષ્ટ્રની બહાર ગુજરાતના અન્ય જિલ્લા અને અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટા ભાગે લીલા નાળિયેરનો ઉપયોગ તોફા તરીકે થતો હોય છે. સૌરાષ્ટ્રમાં થતા લીલા નાળિયેર ત્રોફા તરીકે આજે પણ પ્રચલિત છે અને તેને લોકો લીલા નાળિયેર તરીકે જ ઉપયોગમાં લઈ (Green Coconut Farming in Gujarat) રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details