જૂનાગઢઆગામી 6 તારીખ ગુરુવારના દિવસે કડવા પાટીદાર સમાજ દ્વારા જૂનાગઢમાં મહા સંમેલનનું આયોજન (Maha Sammelan Organized in Junagadh) થયું છે. જેમાં ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કડવા પાટીદાર સમાજના પરિવારો ખાસ ઉપસ્થિત રહેશે. રાજ્યના અન્ય પાટીદાર અગ્રણીઓ પણ આ સંમેલનમાં હાજરી આપશે. તેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર સંમેલનને લઈને પાટીદાર અગ્રણીઓ દ્વારા આજે આયોજન કરાયું હતું. જેમાં સંમેલનને લઈને વિશેષ વિગતો આપવામાં આવી હતી.
કડવા પાટીદાર સમાજનું મહા સંમેલન યોજાશે, અન્ય પાટીદાર અગ્રણીઓ હાજરી આપશે - સિદસર ઉમાધામ સંસ્થાના પ્રમુખ
જૂનાગઢમાં કડવા પાટીદાર સમાજનું મહા સંમેલન (Grand Convention of Kadwa Patidar Samaj) આગામી 6 ઓક્ટોબર ગુરુવારના દિવસે યોજવા જઈ રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના કડવા પાટીદાર સમાજના (Kadwa Patidar Samaj held in Junagadh) પરિવારો ખાસ ઉપસ્થિત રહેશે. રાજ્યના અન્ય પાટીદાર અગ્રણીઓ પણ આ સંમેલનમાં હાજરી આપશે. કડવા પાટીદાર સમાજની આગામી સમાજ લક્ષી યોજનાઓ અને વિકાસના જે મુદ્દાઓ આગળ ધપાવાને લઈને સમાજના શ્રેષ્ઠિઓ અને પરિવારો વચ્ચે આ સંમેલનમાં કોઈ નિર્ણય થશે.
પાટીદાર સંમેલનઆગામી ઓક્ટોબર 2022અને 6 ઓક્ટોબર 2022 જૂનાગઢમાં કડવા પાટીદાર સમાજનું મહા સંમેલન (Grand Convention of Kadwa Patidar Samaj) યોજવા જઈ રહ્યું છે. જૂનાગઢને આંગણે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કડવા પટેલ સમાજના પરિવારોની સાથે સમગ્ર રાજ્યના કડવા પાટીદાર સમાજના પરિવારો આ સંમેલનમાં સ્વયંભૂ હાજરી આપશે. તેવી વ્યવસ્થાઓ ઊભી કરાય છે. પાટીદાર સંમેલન ઉમાધામ ગાઠીલા (Patidar convention Umadham Gathila) અને સીદસર સંસ્થા દ્વારા સંયુક્ત પણે જૂનાગઢમાં આયોજિત કરાયું છે. જેમાં કડવા પાટીદાર સમાજની આગામી સમાજ લક્ષી યોજનાઓ અને વિકાસના જે મુદ્દાઓ આગળ ધપાવાને લઈને સમાજના શ્રેષ્ઠિઓ અને પરિવારો વચ્ચે આ સંમેલનમાં કોઈ નિર્ણય થશે.
ફળદુ વાડીમાં પાટીદાર સમાજનું મહા સંમેલન 6 ઓક્ટોબર 2022 અને ગુરૂવારના દિવસે જૂનાગઢની ફળદુ વાડીમાં પાટીદાર સમાજનું મહા સંમેલન યોજવા જઈ રહ્યું છે. જેમાં મંચ પરથી ગાંઠીલા અને સિદસર ઉમાધામ સંસ્થાના પ્રમુખ (President of Sidsar Umadham Sanstha) વાલજી ફળદુ અને જેરામ પટેલ સિવાય અન્ય કોઈ વ્યક્તિને મંચસ્થ કરવામાં આવશે નહીં. તમામ પાટીદાર પરિવારો ભારતીય બેઠક મુજબ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વધુમાં આ કાર્યક્રમની શરૂઆત પરિવારના સંતાન તરીકે એક માત્ર દીકરી હોય તેનાથી કરવામાં આવશે. સમગ્ર પાટીદાર સમાજના પરિવારોને શ્રેષ્ઠિઓ સાથે પુષ્પ વરસાથી એક સાથે આવકાર આપવામાં આવશે. જેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.