- રાત્રિના કરફ્યૂને લઈને જૂનાગઢના વેપારીઓ સરકારના નિર્ણયની વિરુદ્ધમાં
- સરકાર કોરોના સામે લડાઈ ઈચ્છતી હોય તો 24 કલાકનો કરફ્યૂ કે લોકડાઉન જાહેર કરે
- કરફ્યૂને કારણે સાંજના સમયે બજારોમાં ઉમટી પડે છે ગ્રાહકો
જૂનાગઢ: રાજ્યમાં ગંભીર પરિસ્થિતિ ધારણ કરી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે. જેને લઇને ETV Bharat દ્વારા જૂનાગઢના વેપારીઓના રાત્રિ કરફ્યૂને લઈને પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં જૂનાગઢના વેપારીઓ સરકારના રાત્રિ કરફ્યૂના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે, સરકાર જો કોરોના સામે સાચે જ લડવા માંગતી હોય તો રાત્રિ કરફ્યૂની જગ્યાએ 24 કલાકનો કરફ્યૂ કે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે. રાત્રિ કરફ્યૂથી કોરોના વાઈરસ રોકાશે, તેવો સરકારનો તર્ક હાસ્યાસ્પદ છે.
આ પણ વાંચો:સરકારના સબ સલામતના દાવાની પોલ ખોલતું જૂનાગઢનું સ્મશાનગૃહ