ગુજરાત

gujarat

ETV Bharat / city

ગોરધનભાઈએ ખેડૂત આંદોલન કોંગ્રેસ પ્રેરીત હોવાનો લગાવ્યો આક્ષેપ - ખેડૂતો

પ્રદેશ ભાજપ અગ્રણી અને પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન ગોરધનભાઇ ઝડફિયાએ આજે જૂનાગઢમાં કેન્દ્ર સરકાર દ્વારા પારિતોષિક કરવામાં આવેલા કેન્દ્રીય કૃષિ સંશોધન કાયદાને લઈને તેના સમર્થનમાં આજે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં ગોરધનભાઇ ઝડફિયાએ કેન્દ્રના કૃષિ કાયદાને ખેડૂતોના હિતમાં ગણાવ્યો હતો અને સમગ્ર આંદોલન ખેડૂતોનો દિલ્હીમાં થઈ રહ્યું છે તેને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યુ હતું.

ગોરધનભાઈએ ખેડૂત આંદોલન કોંગ્રેસ પ્રેરીત હોવાનો લગાવ્યો આક્ષેપ
ગોરધનભાઈએ ખેડૂત આંદોલન કોંગ્રેસ પ્રેરીત હોવાનો લગાવ્યો આક્ષેપ

By

Published : Dec 19, 2020, 7:27 PM IST

  • કૃષિ કાયદાના સમર્થનમાં પ્રદેશ ભાજપ અગ્રણી ગોરધન ઝડફિયા
  • ઝડફિયાએ કેન્દ્ર સરકાર દ્વારા કરેલો કૃષિ સંશોધન કાયદો ખેડૂતોના હિતમાં ગણાવ્યો
  • કોંગ્રેસ રાજકીય જમીન ઉભી કરવા માટે ખેડૂત આંદોલનને આપી રહી છે રાજકીય રંગ
  • કેન્દ્રીય કૃષિ સંશોધન કાયદાને સમર્થન આપવા જૂનાગઢમાં પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયાએ પત્રકાર પરિષદ યોજી

જૂનાગઢઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કેન્દ્રીય કૃષિ સંશોધન કાયદો પસાર કર્યો છે, જેના વિરોધમાં પાછલા 20 દિવસ કરતા વધુથી દિલ્હીમાં પંજાબ, હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે હવે ભાજપ દ્વારા કાયદાના સમર્થનમાં ઠેર-ઠેર ખેડૂત સંમેલન અને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે શનિવારના રોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન ગોરધનભાઈ ઝડફિયાની હાજરીમાં કેન્દ્રીય કૃષિ સંશોધન કાયદાને યોગ્ય ગણાવીને તેના લાભ ખેડુતો સુધી પહોંચે તે માટેની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી.

ગોરધનભાઈએ ખેડૂત આંદોલન કોંગ્રેસ પ્રેરીત હોવાનો લગાવ્યો આક્ષેપ

ગોરધન ઝડફિયાએ ખેડૂત આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું

દિલ્હીમાં પાછલા વીસ દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, સમગ્ર આંદોલનની ઉત્પત્તિ અને તેની પાછળ દોરીસંચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો રહ્યો છે, તેવો પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાને કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો, ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે ખેડૂતના ખભા પર પોતાની રાજકીય જમીન શોધી રહી છે. તેના ભાગરૂપે ખેડૂતોને આ પ્રકારના આંદોલનમાં ઉશ્કેરણીજનક સમર્થન આપીને તેમને ઉશ્કેરી રહી છે.

ગોરધનભાઈએ ખેડૂત આંદોલન કોંગ્રેસ પ્રેરીત હોવાનો લગાવ્યો આક્ષેપ

આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર કૃષિ સંશોધન કાયદામાં કોઇ ઉણપ રહી ગઈ હશે તો ખેડૂતોના સૂચનને આવકારશે. તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ જોવા નહીં મળે તેવા તમામ સંશોધનોને નવા કાયદામાં જોગવાઈ પણ કરશે તેવી વાત તેમણે કરી હતી.

ABOUT THE AUTHOR

...view details