ગુજરાત

gujarat

ETV Bharat / city

ગીરમાંથી મળી રહ્યાં છે સારા સમાચાર, પાછલાં 5 વર્ષમાં સિંહોની સંખ્યા 151ના વધારા સાથે 674 પર પહોંચી

કોરોના વાઇરસને કારણે દર 5 વર્ષે થતી ગીરના સિંહોની વસતી ગણતરી આ વર્ષે મોકૂફ રાખવામાં આવી હતી. તેની જગ્યાએ પૂનમના દિવસે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સિંહોનું અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2015 માં જોવા મળેલા 523 સિંહોની સામે આ વર્ષે સિંહોની સંખ્યા 674 જોવા મળી છે જે ગત વર્ષ કરતા 151 જેટલો વધારો સામે આવ્યો છે.

ગીરમાંથી મળી રહ્યાં છે સારા સમાચાર, પાછલાં 5 વર્ષમાં સિંહોની સંખ્યા 151ના વધારા સાથે 674 પર પહોંચી
ગીરમાંથી મળી રહ્યાં છે સારા સમાચાર, પાછલાં 5 વર્ષમાં સિંહોની સંખ્યા 151ના વધારા સાથે 674 પર પહોંચી

By

Published : Jun 10, 2020, 7:14 PM IST

જૂનાગઢઃ કોરોના વાઇરસને કારણે દર 5 વર્ષે કરવામાં આવતી સિંહોની વસતી ગણતરી આ વર્ષે રદ કરવામાં આવી હતી. તેની જગ્યાએ પૂનમે રાત્રિના સમયે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગીરના જંગલોમાં વિહરતાં સિંહોનું અવલોકન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સિંહોની સંખ્યામાં ખૂબ મોટો કહી શકાય તેવો 151 જેટલો વધારો થયો હોવાનું વનવિભાગના અધિકારીઓ જણાવી રહ્યાં છે. ગીરના જંગલોમાં દર 5 વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે પરંતુ કોરોના વાઇરસને કારણે આ વર્ષે વસતી ગણતરી મોકૂફ રાખીને માત્ર સિંહોનું અવલોકન હાથ ધરવામાં આવ્યું હતું. આ અવલોકનમાં પુખ્ત વયના 161 સિંહ 260 સિંહણ, પાઠડાઓમા 45 સિંહ અને 49 સિંહણ અને ઓળખ બાકી હોય તેવા 22 સિંહો જોવા મળ્યાં છે તેમ જ 137 જેટલા બચ્ચાંઓ મળીને 674 જેટલા સિંહો જોવા મળ્યાં હતાં.

ગીરમાંથી મળી રહ્યાં છે સારા સમાચાર, પાછલાં 5 વર્ષમાં સિંહોની સંખ્યા 151ના વધારા સાથે 674 પર પહોંચી
ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ સહિત કુલ 30 હજાર ચોરસ કિલોમીટરની ત્રિજ્યામાં આ વખતે સિંહોનું અવલોકન કરવામાં આવ્યું હતું. 24 કલાક ચાલેલા અવલોકનમાં 800 કરતાં વધુ વનવિભાગા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયાં હતાં. આ વર્ષે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ સિંહોની અવરજવર જોવા મળી હતી. ત્યારે આ જિલ્લાઓમાં પણ સિંહોનું અવલોકન કરવામાં આવ્યું હતું જેથી કરીને વનવિભાગને ચોક્કસ આંકડાઓ મળી શકે.
સિંહની વધી રહેલી વસ્તીનો ગ્રાફ
આ વર્ષે સિંહોના અવલોકનમાં આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં વિદેશથી આયાત કરવામાં આવેલા રેડિયો કોલરની પણ મદદ લેવામાં આવી હતી. છેલ્લે વર્ષ 2015માં સિંહોની વસતી ગણતરી કરવામાં આવી હતી. જેમાં 523 જેટલા સિંહો જોવા મળ્યાં હતાં. દર 5 વર્ષે સિંહોની સંખ્યામાં 25 ટકા કરતા વધુ સંખ્યાનો વધારો વનઅધિકારીઓ માટે પણ ઉત્સાહવર્ધક બની રહ્યો છે.
ગીરમાંથી મળી રહ્યાં છે સારા સમાચાર, પાછલાં 5 વર્ષમાં સિંહોની સંખ્યા 151ના વધારા સાથે 674 પર પહોંચી

ABOUT THE AUTHOR

...view details