- માગશર સુદ અગિયારસ એટલે ગીતા જયંતીનો પાવન પર્વ
- ભગવાન શ્રીકૃષ્ણના સ્વમુખે ગીતાજીની રચના થઇ હોવાની ધાર્મિક માન્યતા
- વિશ્વના તમામ ધર્મ ગ્રંથોમાં એકમાત્ર ગીતાજીનો જન્મ દિવસ મનાવવામાં આવે છે
ન્યુઝ ડેસ્ક: માગશર સુદ અગિયારસ એટલે કે આજના દિવસે જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણના સ્વયં મુખે ગીતાજીનું અવતરણ (Gita Jayanti Celebration 2021) થયું હતું, ત્યારથી આજના દિવસે ગીતા જયંતીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે. ગીતા એ તમામ હિન્દુ ધર્મના ધર્મ ગ્રંથ તરીકે આજે પણ પૂજવામાં આવે છે, કોઈપણ હિંદુ ધર્મ કે દેવી-દેવતાઓમાં આસ્થા ધરાવતો ભાવિક તેના જીવનકાળ દરમિયાન ગીતાના જ્ઞાનનુ તેમના જીવનમાં અનુકરણ અને તે મુજબની જીવન પદ્ધતિ જીવી શકાય તેને લઈને ગીતાનું અધ્યયન કરતા હોય છે. ગીતા સમગ્ર વિશ્વનો એકમાત્ર ધર્મગ્રંથ છે, કે જેની જન્મ જયંતી ઉજવવામાં આવતી હોય ગીતાજીનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે, તેમનું અવતરણ જગતગુરુ શ્રી કૃષ્ણના સ્વમુખે થયેલું છે, જેને લઇને પણ હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનાર ભાવિકો ગીતાજીને આદર્શ ધર્મગ્રંથ માની રહ્યા છે.
ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનની મનોદશાને લઈને તેમણે ઉપદેશ આપ્યો હતો
પાંડવો અને કૌરવો વચ્ચે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલતું હતું, આ દરમિયાન અર્જુન ખૂબ મોટી દ્વિધા ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. અર્જુનની મનોદશા ખૂબ જ આકુળ-વ્યાકુળ હતી કૌરવો તરફથી યુદ્ધ ભૂમિના જે યોદ્ધાઓ સામેલ હતા તે તેમના પરિવારના જ હતા, ત્યારે એક સમયે અર્જુન કુરુક્ષેત્રનું યુદ્ધ પડતું મૂકવા સુધીનો વિચાર કરી મૂક્યો હતો. આવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ સારથિ તરીકે યુદ્ધમાં સામેલ થયા હતા, અને અર્જુનની જે મનોદશા હતી તેને લઈને તેમણે ઉપદેશ આપ્યો હતો.
સત્ય સામે હોય અને જે માર્ગ કલ્યાણકારી હોય તે મુજબનું આચરણ જ્ઞાન ગીતમાં છે
કહ્યું હતું કે, અર્જુન માત્ર પાંડવોનું પ્રતિનિધિત્વ નથી કરતો, અર્જુન સમગ્ર જગત નું પ્રતિનિધિત્વ કરે છે. આવા સમયે અર્જુને પોતાની તર્ક શક્તિથી નિર્ણય કરવો પડશે અને કૃષ્ણની આ સમજણ બાદ અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં રહેવાની અને લડવાની તૈયારી દર્શાવી ગીતા આ જ પ્રકારની સમજણ આપતો એક ગ્રંથ છે. ગીતામાં સ્પષ્ટ લખેલું છે કે, કોઇપણ વ્યક્તિ દ્વારા કામ સોંપવામાં આવે તો તેને કરવું નહીં જે સત્ય સામે હોય અને જે માર્ગ કલ્યાણકારી હોય તે મુજબનું આચરણ પ્રત્યેક વ્યક્તિ કરે તેવું જ્ઞાન ગીતમાં આપવામાં આવ્યું છે.
શ્રીકૃષ્ણના સ્વમુખે ગીતાજીનું અવતરણ થયું હોવાની ધાર્મિક આસ્થા
આજથી છ હજાર વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણના સ્વમુખે ગીતાજી જેવા ધર્મગ્રંથનું અવતાર થયું હતું. ગીતાજીને સમગ્ર ઉપનિષદના સાર સમાન પણ માનવામાં આવે છે. ગીતાજીના જે અઢાર અધ્યાયો લખવામાં આવ્યા છે, તે જગતગુરૂ શંકરાચાર્યે આવ્યા હોવાનું માનવામાં આવે છે. ગીતાનો સમગ્ર ધાર્મિક અર્થ કોઈ પણ વ્યક્તિને સામાન્ય સમજ મુજબ સમજણ આપી જાય તેવો તત્વચિંતન પૂર્ણ છે. ગીતાજીના 18 અધ્યાયમાં 700 જેટલા સંસ્કૃત શ્લોકોને આવરી લેવામાં આવ્યા છે, ગીતાજીનો સમય ઈ સ પૂર્વે 3066 હોવાનું માનવામાં આવે છે. ગીતાજી માત્ર ધાર્મિક ગ્રંથ જ નથી, પરંતુ વ્યવહાર વિશ્વમાં સામેલ પ્રત્યેક વ્યક્તિને પડતી મુશ્કેલીઓનું સમાધાન કરી શકાય તેનો પણ ઉલ્લેખ ધર્મગ્રંથ ગીતાજીમાં સૂચવવામાં આવ્યો છે.