ગુજરાત

gujarat

ETV Bharat / city

ગીરનાર રોપ-વેનું એક વર્ષ, 6.50 લાખ પ્રવાસીઓએ કરી સફર

ગિરનાર રોપ-વે(Girnar rope-way)ને આજે રવિવારે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. વર્ષ 2020 ની 24 મી ઓક્ટોબરના દિવસે વડા પ્રધાન મોદીએ(Narendra Modi)દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને ગિરનાર પર બનેલા એશિયાના સૌથી લાંબા ગીરનાર રોપ-વે ને ખુલ્લો મુક્યો હતો. એક વર્ષ દરમિયાન 6.50 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ એશિયાના સૌથી લાંબા રોપ-વે ની સફર કરી છે.

ગિરનાર રોપ-વે ને થયું એક વર્ષ પૂર્ણ, ૬.૫૦ લાખ પ્રવાસીઓએ કરી સફર
ગિરનાર રોપ-વે ને થયું એક વર્ષ પૂર્ણ, ૬.૫૦ લાખ પ્રવાસીઓએ કરી સફર

By

Published : Oct 24, 2021, 3:16 PM IST

  • વર્ષ દરમિયાન 6.50 લાખ પ્રવાસીઓએ કરી રોપ-વે ની સફર
  • આજે 24 ઓકટોબરે ગિરનાર રોપ-વે ને એક વર્ષ પૂર્ણ થયું
  • વડાપ્રધાન મોદીએ રોપ-વે ને મૂક્યો હતો ખુલ્લો
  • રોપ વેમાં પ્રથમ 100 પ્રવાસીઓને વિનામૂલ્યે પ્રવાસ કરાવવામાં આવ્યો

જૂનાગઢ : ગિરનાર રોપ-વે(Girnar rope-way)ને આજે રવિવારે એક વર્ષ પૂર્ણ થયું છે. વર્ષ 2020 ની 24મી ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી( PM Narendra Modi)એ વર્ચ્યુઅલ માધ્યમથી જૂનાગઢના ગિરનાર પર્વત પર બનેલા એશિયાના સૌથી લાંબા ઉડન ખટોલા ગિરનાર રોપ-વે ને રાષ્ટ્રની જનતાને સમર્પિત કર્યો હતો. આજ સુધી દેશ અને દુનિયાના 6.50 લાખ જેટલા પ્રવાસીઓએ રોપ-વે ની સફર માણી છે.

6.50 લાખ પ્રવાસીઓએ રોપ-વે ની મજા માણી

એક વર્ષ દરમિયાન રોપ-વે(Girnar rope-way)ની આવક વિશે જુનાગઢ રોપ-વે સાઈટના અધિકારી જી.એમ.પટેલે જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન 6.50 લાખ જેટલા પ્રવાસીઓએ ગીરનાર રોપ-વે ની સફર કરી છે. તેમજ કોરોના સંક્રમણની બે લહેરને બાદ કરતા ગિરનાર પર્વત પર ચોમાસા દરમિયાન અને શિયાળામાં ફૂંકાતા ભારે પવનને કારણે પ્રવાસીઓની સુરક્ષા માટે તેમજ રોપ-વે ને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાને લઇને બંધ પણ રાખવામાં આવ્યો હતો.

100 કરોડ ડોઝની કામગીરી પૂર્ણ થતા, પ્રથમ 100 પ્રવાસીઓને વિનામૂલ્ચે ટિકિટ

દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત તાજેતરમાં 100 કરોડ ડોઝ લગાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. આ અભિયાનને ખૂબ સારો એવો પ્રતિસાદ મળતા દેશભરમાં તેની વિવિધ રીતે ઉજવણી કરાઈ રહી છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા એશિયાના સૌથી મોટા રોપ-વે(Girnar rope-way)ઉડન ખટોલાના સંચાલકો દ્વારા 100 કરોડ ડોઝની ઉજવણીના ભાગરૂપે આજે રવિવારે રોપ-વે માં પ્રવાસ કરવા આવનારા પ્રથમ 100 પ્રવાસીઓને વિનામૂલ્ચે ટિકિટ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : કોરોના રસીકરણના 100 કરોડ ડોઝ પૂરા થતા પ્રથમ 100 લોકોને મફત ગિરનાર રોપ વેની સવારી

આ પણ વાંચો : 'મન કી બાત' માં વડાપ્રધાન મોદીએ કહ્યું, 100 કરોડ વેક્સિનેશન બાદ દેશમાં નવી ઉર્જાનો સંચાર

ABOUT THE AUTHOR

...view details