ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના સંક્રમણને કારણે અનાદિકાળથી યોજાતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા રદ્દ કરવામાં આવી - corona

આદિઅનાદિ કાળથી યોજાતી આવતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કોરોના સંક્રમણના કારણે રદ્દ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટરે શનિવારના રોજ પત્રકાર પરિષદ દરમિયાન પરિક્રમા રદ કરવાની જાહેરાત કરી હતી.

કોરોના સંક્રમણને કારણે અનાદિકાળથી યોજાતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા રદ્દ કરવામાં આવી
કોરોના સંક્રમણને કારણે અનાદિકાળથી યોજાતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા રદ્દ કરવામાં આવી

By

Published : Nov 21, 2020, 4:32 PM IST

  • ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા રદ
  • કોરોના સંક્રમણને કારણે પરિક્રમા રદ કરવાનો કર્યો નિર્ણય
  • જૂનાગઢ જિલ્લા કલેક્ટરે પ્રેસ વાર્તા દરમિયાન પરિક્રમા રદ કરવાની કરી જાહેરાત

જૂનાગઢ:આદિ-અનાદિ કાળથી ગરવા ગિરનારની ગોદમાં આયોજિત કરવામાં આવતી લીલી પરિક્રમા શનિવારના રોજ રદ કરવાની વિધિવત જાહેરાત કરવામાં આવી છે, જૂનાગઢ જિલ્લા કલેક્ટરે આજે પત્રકાર પરિષદ દરમિયાન પરિક્રમા કરવાની જાહેરાત કરી હતી. કોરોના સંક્રમણને કારણે પરિક્રમા રદ કરવામાં આવી છે, કેન્દ્રના ગૃહ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે, તે મુજબ જાહેર મેળાવડા આવો અને મેળાઓને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં પાંચ લાખ કરતા વધુ ભાવિકોને હાજરીની વચ્ચે દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણને કારણે અનાદિકાળથી યોજાતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા રદ્દ કરવામાં આવી

જાણો લીલી પરિક્રમાનો ઈતિહાસ

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લીલી પરિક્રમાની શરૂઆત કરાઈ હતી, ત્યારથી આ બોરદેવીની જગ્યાનું ધાર્મિક મહત્વ છે. ભગવાન કૃષ્ણ દ્વારા બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન થાય, તે માટે ગિરનારની પરિક્રમા કરી હતી, ત્યારબાદ પરિક્રમાની શરૂઆત થઈ હતી. પરિક્રમાના અંતિમ પડાવ એટલે કે બોરદેવી નજીકના જંગલમાં બોરડીના વૃક્ષ નીચે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતાં, ત્યારથી અહીં માં અંબાના સ્વરૂપ સમાન બોરદેવી માતાની પૂજા થતી આવે છે.

બહેન સુભદ્રા અર્જુનની ધર્મ પત્ની બને તે માટે પરિક્રમા કરવાનો નિર્ધાર ભગવાન શ્રીકૃષ્ણએ વ્યક્ત કર્યો હતો. કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ભગવાન શ્રીકૃષ્ણ ગીરનારના જંગલમાં વાસ કરીને પરિક્રમા કરી હતી. તેનો ઉલ્લેખ ધાર્મિક પુરાણોમાં જોવા મળે છે. સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગિરનારની પરિક્રમા કરવામાં આવી હતી. તે સમયે 33 કોટી દેવતાઓએ ભગવાન કૃષ્ણનું સાનિધ્ય મળી રહે, તે માટે અહીં વસવાટ કર્યો હોવાની ધાર્મિક માન્યતા છે. તેથી ગિરનારમાં 33 કોટી દેવતાનો વાસ છે, તેવું પણ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે પરિક્રમામાં પટ્ટરણી રૂકમણી, બહેન સુભદ્રા, અર્જુન અને અન્ય યાદવકુળના લોકો સાથે હતાં, ત્યારે શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમા કરવાની ધાર્મિક પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દર વર્ષે લાખો લોકો આ પરિક્રમા કરી ધન્ય થાય છે.

કોરોના સંક્રમણને કારણે અનાદિકાળથી યોજાતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા રદ્દ કરવામાં આવી

કોણે કરી પ્રથમ વખત ગીરનારની પાવનકારી લીલી પરિક્રમા

ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાં સૌપ્રથમ વખત જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવી હોવાના પુરાવાઓ આજે પણ આપણા ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે, ત્યારબાદ તેમની સાથે બલરામ સહ પરિવાર સાથે જોડાઈને ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાની માન્યતાને કારણે આજે પણ લીલી પરિક્રમાનું મહત્વ આદી અનાદીકાળ જેવું જ માનવામાં આવે છે. ગિરનાર પર્વતને દ્વારિકા શેત્રુંજય અને ચોટીલા સાથે જોડીને જોવામાં આવે છે એટલે તેનું ધાર્મિક મહત્વ પણ આપણા ધર્મગ્રંથોમાં વધુ આંકવામાં આવ્યું છે. આવા ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવીને 36 કિલોમીટરની પગપાળા યાત્રા કરીને પરિક્રમામા ભવોભવનું ભાથું બાંધતા જોવા મળે છે.

શું છે લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલી પરિક્રમા દરમિયાન કૃષ્ણ અને રુકમણીના વિવાહનો પ્રસંગ પણ પરિક્રમા દરમિયાન બન્યો હોવાનું માનવામાં આવે છે. બોરદેવીથી રામનાથની વચ્ચે જંગલોમાં આવેલા મથુરેશ્વર મહાદેવના મંદિરે કૃષ્ણ અને રુકમણીના લગ્નનો પ્રસંગ યોજવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. સમગ્ર પરિક્રમા દરમિયાન જીણાબાવાની મઢી માળવેલા બોરદેવી અને ભવનાથ એમ પાંચ પડાવ પણ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે. અહીં દરેક પરિક્રમાર્થીઓ રાતવાસો કરવાની ધાર્મિક પરંપરા છે, એમ કહેવામાં આવે છે કે પાંચ પાંડવો વિના પૂર્ણ કરવામાં આવેલી પરિક્રમા પુણ્યની દ્રષ્ટિએ અધૂરી માનવામાં આવે છે.

અગાઉ પણ રદ કરવામાં આવી હતી પરિક્રમા

આ પાવનકારી લીલી પરિક્રમા જે જગત ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવી હતી તે કેટલાક કિસ્સાઓમાં રદ પણ કરવામાં આવી હોવાના પ્રસંગો બન્યા છે. મધ્યકાળમાં જૂનાગઢના કેટલાક શાસકો દ્વારા પરિક્રમાને બંધ રાખવા માટે ફરજ પાડવામાં આવતી હતી. તેવા સમયમાં લીલી પરિક્રમા રદ્દ કરવામાં આવતી હતી. ત્યારબાદ વર્ષ 1882માં બગડુંના રાજા ભગત દ્વારા ફરીથી તેને શરૂ કરવામાં આવી હતી. કારતક સુદ અગિયારસના દિવસે 11 લોકો દ્વારા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવામાં આવી હતી, ત્યારથી દેવદિવાળીના દિવસે પરિક્રમાની શરૂઆત દર વર્ષે થતી હોય છે. એક મત મુજબ દિવાન અનંત જીએ વર્ષ 1864માં પરિક્રમા શરૂ કરાવી હોય એવું પણ માનવામાં આવે છે. પરંતુ આ સિવાય લીલી પરિક્રમાં વિશ્વ યુદ્ધના સમયે વૈશ્વિક રોગચાળાને લઈને પણ બંધ રાખવાની ફરજ પડી હતી. ત્યારે આ વર્ષે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં પણ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા બંધ રાખવામાં આવે તેવી શક્યતાઓને આજના દિવસે આપણે નકારી શકીએ તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details