ગુજરાત

gujarat

ETV Bharat / city

મા જગદંબાની સાથે જૂનાગઢના ગિરનારના ગરબા પણ ધરાવે છે ખૂબ મહત્વ - નવરીત્રી 2022

નવરાત્રrના નવ દિવસ દરમિયાન જગત જનની મા જગદંબાના ગરબાનો વિશેષ મહત્વ છે. નવરાત્રી ( Navratri 2022 ) દરમિયાન બેઠા ગરબા ( Betha Garba by Girnara Brahmin Samaj ) નું આયોજન જૂનાગઢમાં આદિ અનાદિકાળથી થતું આવ્યુ છે. ત્યારે નવરાત્રિના નવ દિવસો દરમિયાન ગિરનારના ગરબા (Girnar Garba in Junagadh ) નું પણ ખૂબ મહત્વ છે ગિરનાર પર આવેલા તમામ ધાર્મિક સ્થાનોનું મહત્વ ગરબામાં વણી લેવામાં આવ્યું છે.

મા જગદંબાની સાથે જૂનાગઢના ગિરનારના ગરબા પણ ધરાવે છે ખૂબ મહત્વ
મા જગદંબાની સાથે જૂનાગઢના ગિરનારના ગરબા પણ ધરાવે છે ખૂબ મહત્વ

By

Published : Sep 30, 2022, 3:39 PM IST

જૂનાગઢ નવરાત્રી તહેવાર ( Navratri 2022 ) ચાલી રહ્યો છે ત્યારે આ નવ દિવસો દરમિયાન જગતજનની મા જગદંબાના ગરબાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. સોરઠ પંથકમાં આદિ અનાદિકાળથી નવરાત્રિના નવ દિવસો દરમિયાન બેઠા ગરબાનું આયોજન થાય છે. ખાસ કરીને સોરઠ પંથકની નાગરી નાતમાં ગવાતા બેઠા ગરબા ( Betha Garba by Girnara Brahmin Samaj ) આજે પણ તેનું ધાર્મિક અસ્તિત્વ જાળવી રાખવામાં સફળ થયા છે.

ગિરનાર પર આવેલા તમામ ધાર્મિક સ્થાનોનું મહત્વ ગરબામાં વણી લેવામાં આવ્યું છે

બેઠા ગરબાઆ નવરાત્રrના નવ દિવસો દરમિયાન ગિરનારના ગરબા (Girnar Garba in Junagadh ) માં રાંદલની સમક્ષ કરવામાં આવી રહ્યા છે. જે રીતે બેઠા ગરબાનું મહત્વ નાગરી નાતમાં હોય છે તે જ રીતે જૂનાગઢના ગિરનારા બ્રાહ્મણો પણ આદી અનાદિ કાળથી નવરાત્રિના દિવસો દરમિયાન મા રાંદલના ચરણોમાં બેઠા ગરબાનું આયોજન કરે છે.

ગિરનારા બ્રાહ્મણ સમાજના બેઠા ગરબાનવાબી કાળથી જૂનાગઢના ગિરનારા બ્રાહ્મણ રાંદલમાના ચરણોમાં નવરાત્રી દરમિયાન બેઠા ગરબા ( Betha Garba by Girnara Brahmin Samaj ) નું આયોજન કરે છે. આ ગરબા નાગરોને બેઠા ગરબાની ક્ષમકક્ષ મનાઈ રહ્યા છે. અહીં મા રાંદલને દૂધનો પ્રસાદ અર્પણ કરાય છે અને આ પ્રસાદ નવ દિવસ સુધી ગરબામાં સામેલ પ્રત્યેક માઈ ભક્ત મેળવે છે.

તીર્થક્ષેત્રોનો સવિસ્તાર ઉલ્લેખગિરનાર પર ગવાયેલા આ ગરબામાં ગિરનાર ક્ષેત્રમાં આવેલા પ્રસિદ્ધ તીર્થક્ષેત્રોનો સવિસ્તાર ઉલ્લેખ કરાયો છે અને તેને ગરબામાં ઢાળીને નવરાત્રિના નવ દિવસો દરમિયાન જગતજનની મા રાંદલના ચરણોમાં ગિરનારી મહારાજની ધાર્મિક સ્તુતિ પણ ગરબાના રૂપમાં (Girnar Garba in Junagadh ) થઈ રહી છે. વધુમાં નવ દિવસો દરમિયાન પ્રત્યેક ભક્તે નિત્ય સ્નાન કરીને શણના કપડા દ્વારા શરીરને સાફ કરવાની ધાર્મિક પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details