- પાછલા 70 વર્ષથી ગિરનારી મહારાજની કરવામાં આવે છે દૂધધારા
- ગિરનારની દૂધધારા પરિક્રમા ભવનાથના માલધારી સમાજના પરિવારો જોડાય છે
- ગિરનારી મહારાજની ફરતે પ્રદક્ષિણા કરીને દૂધની ધારા વડે કરાય છે તેમનું પૂજન
જૂનાગઢ: જેઠ વદ અગિયારસના દિવસે પાછલા 70 વર્ષથી ગિરનારી મહારાજની દૂધધારા પરિક્રમા (Dudh Dhara Parikrama) યોજાતી આવી છે. ધાર્મિક આસ્થા વિશ્વાસ અને ભક્તિના સમન્વય સાથે ગિરનારી મહારાજની દૂધધારા પરિક્રમાનું આયોજન ભવનાથમાં રહેતા માલધારી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકોએ જોડાઇને ગિરનારી મહારાજની ફરતે દૂધની ધારાઓ વડે પ્રદક્ષિણા કરીને સમગ્ર સૃષ્ટિ પર વરુણદેવ પોતાની કૃપા દ્રષ્ટિ વર્ષાવે તેવી પ્રાર્થના આસ્થા અને વિશ્વાસ સાથે ગિરનારી મહારાજની દૂધધારા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. જે આજે સાંજના સમયે ભવનાથ મહાદેવ મંદિર નજીક પરિપૂર્ણ થશે.
વરુણ દેવ સમગ્ર સૃષ્ટિ પર કૃપાદૃષ્ટિ વર્ષાવે તેને લઈને કરાય છે દૂધધારા પરિક્રમા
પાછલા 70 વર્ષથી જેઠ વદ અગિયારસના દિવસે ગિરનારી મહારાજની પારંપરિક દૂધધારા પરિક્રમાનું આયોજન ભવનાથમાં રહેતા માલધારીઓ માટે પશુપાલકો દ્વારા કરવામાં આવતું હોય છે. પાછલા 70 વર્ષથી આ ધાર્મિક પરંપરા સમાન દૂધધારા પરિક્રમા (Dudh Dhara Parikrama) આજે પણ આયોજિત થઇ છે. જેમાં મોટી સંખ્યામાં ભવનાથના માલધારીઓ પશુપાલકોની સાથે ધર્મમાં આસ્થા ધરાવતા લોકો પણ જોડાયા છે. 36 કિમીની આ યાત્રા સાંજે ભવનાથ મહાદેવના ચરણોમાં આવીને પરિપૂર્ણ થશે.
માલધારીઓ ગિરનારી મહારાજની પૂજા કરતા જોવા મળશે
આ સમય દરમિયાન પશુપાલકો અને માલધારીઓ પોતાના પશુધનનું અમૃત સમાન દૂધ સમગ્ર ગિરનારની ફરતે પ્રદક્ષિણા કરીને તેના વડે ગિરનારી મહારાજની પૂજા કરતા જોવા મળશે.
દૂધધારા પરિક્રમા ગિરનારથી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી થાય છે શરૂ
આ ધાર્મિક માન્યતા પાછલા ઘણા વર્ષોથી જોવા મળે છે. જે આ વર્ષે પણ જોવા મળી રહી છે. દૂધધારા પરિક્રમા (Dudh Dhara Parikrama) માં લોકો ધાર્મિક આસ્થા વિશ્વાસ અને ભક્તિ સાથે આજે પણ જોડાઈને ગિરનારી મહારાજની ફરતે પ્રદક્ષિણા કરીને દૂધધારા પરિક્રમામાં જોડાય છે. ધાર્મિક પુણ્યનું ભાથું બાંધતા જોવા ગિરનારની દૂધધારા પરિક્રમા પ્રાચીન સમયથી ભવનાથ સ્થિત ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી પરિક્રમા ની શરૂઆત થતી હોય છે ત્યાંથી પરિક્રમાર્થીઓ ચાલતા લંબે હનુમાન ભવનાથ મહાદેવ મંદિર વસ્ત્રાપથેશ્વર ગુરુદત્ત કુટીર દુધેશ્વર મહાદેવ મંદિર થઈને પારંપરિક પરિક્રમાના માર્ગ ઉપર આ દૂધધારા પરિક્રમા શરૂ થાય છે.