ગુજરાત

gujarat

ETV Bharat / city

સિંહ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખથી ગીર દેવળીયા સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે મુકાશે ખુલ્લું - કોરોનાઅસર

આગામી પહેલી ઓક્ટોબરથી સાસણ નજીક આવેલુ દેવળિયા સફારી પાર્ક ફરી એક વખત સમગ્ર દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે ખુલવા જઈ રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણને ધ્યાને લઇને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે તેને અનુસરીને વનવિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

xc
cx

By

Published : Sep 25, 2020, 8:25 AM IST

જૂનાગઢઃ આગામી પહેલી ઓક્ટોબરથી સાસણ નજીક આવેલુ ગીર દેવળીયા સફારી પાર્ક ફરી એક વખત વિશ્વના પ્રવાસીઓ માટે ખુલવા જઈ રહ્યું છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોના પુરતા પાલન કરવાની શરતો સાથે પ્રવાસીઓને ગીર દેવળીયા સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું વન વિભાગના કર્મચારીઓની સાથે પ્રવાસીઓએ પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

કોરોના સંક્રમણને ધ્યાને રાખી ગીર દેવળીયા સફારી પાર્કમાં સેનિટાઇઝર, માસ્ક અને સામાજિક અંતરને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. પાર્કમાં 12 કલાક દરમિયાન 70 જેટલી જિપ્સીઓ મારફતે પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. એક જીપ્સીમાં ગાઈડ અને ચાલકની સાથે ચાર પુખ્ત અને એક બાળકને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી છે. વધુમાં વનવિભાગના અધિકારીઓએ દસ વર્ષથી નીચે અને 65 વર્ષથી ઉપરની વયના કોઈપણ વ્યક્તિઓને સફારી પાર્કમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. એ જ પ્રમાણે સફારી પાર્કમાં સિંહ દર્શન માટે વનવિભાગની બસ પણ જોવા મળશે. જેમાં પણ એક સીટ પર એક વ્યક્તિને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગીર દેવળીયા સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે મુકાશે ખુલ્લું

સાસણ વનવિભાગના અધિકારીઓ દ્વારા ઓનલાઇન વ્યવસ્થાઓને પણ અગ્રીમતા આપવામાં આવી છે. અહીં આવતા દરેક પ્રવાસીઓ ઓનલાઇન કાર્યપદ્ધતિનો ભાગ બને અને તેનું અનુસરણ કરે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પાર્કમાં પ્રવેશ માટેની મંજૂરીથી લઈને ટિકિટ સુધીની તમામ કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે. જેથી કોરોના સંક્રમણનો ખતરો ખાળી શકવામા મદદ મળી શકે. વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઇકો પ્રવાસન ફરીથી તેના જૂના દિવસો તરફ આગળ વધે તેને લઈને અત્યારથી જ તમામ મોરચે કામ કરતા જોવા મળી રહ્યા છે.






ABOUT THE AUTHOR

...view details