જૂનાગઢઃ 2 તારીખથી લઈને 8 તારીખ સુધી પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગ રૂપે દર વર્ષની માફક આ વર્ષે પણ જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં તમામ પ્રવાસીઓ અને મુસાફરોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ પરંપરા પાછલા કેટલાક વર્ષોથી અમલમાં મુકવામાં આવી રહી છે. ત્યારે ધ્યાને રાખીને પ્રાણીસંગ્રહાલયમાં આવતા તમામ પ્રવાસીઓને સેનીટાઇઝરની સાથે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેમજ દરેક પ્રવાસીને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ત્રણ જગ્યા પર ઉભા કરવામાં આવેલા ચેકપોસ્ટમાં સતત તપાસ કરવામાં આવી રહી છે.
જૂનાગઢ: પ્રાણી સપ્તાહ અન્વયે મુલાકાતીઓને પ્રાણી સંગ્રહાલયમાં વિના મુલ્યે પ્રવેશ - Junagadh Zoo
હાલ પ્રાણી સપ્તાહ ચાલી રહ્યું છે, આગામી 2 ઓકટોબરથી 8 ઓકટોબર દરમિયાન ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દર વર્ષની માફક આ વર્ષે પણ તમામ પ્રવાસીઓ અને મુલાકાતીઓને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને તમામ પ્રકારની સાવચેતી અને તકેદારીઓ સાથે પ્રવાસીઓ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવી રહ્યા છે.
![જૂનાગઢ: પ્રાણી સપ્તાહ અન્વયે મુલાકાતીઓને પ્રાણી સંગ્રહાલયમાં વિના મુલ્યે પ્રવેશ પ્રાણી સપ્તાહ અન્વય મુલાકાતીઓ માટે વિના મુલ્યે પ્રવેશ આપતું પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9058341-793-9058341-1601897056943.jpg)
પાછલા સાત મહિનાથી બંધ રહેલું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ધીમે-ધીમે પ્રવાસીઓ અને મુલાકાતીઓની ચહલપહલથી વ્યસ્ત બનતું જોવા મળી રહ્યું છે. જે પ્રકારે પાછલા સાત મહિનાથી તમામ પ્રકારની પ્રવાસીય ગતિવિધિઓ બંધ જોવા મળતી હતી. જે હવે ધીમે-ધીમે પૂર્વવત બનતી જાય છે. ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ વર્ષે કેટલાક નવા પશુ-પક્ષી અને પ્રાણીઓને જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જે આગામી દિવસોમાં અહીં આવતા પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
પ્રવાસીઓ પણ અહીં બનાવવામાં આવેલા નિયમોને અનુસરે છે અને કોરોના સામે રક્ષણ મેળવવા માટે નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાત છે. તેવું માનીને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતો માટે આવી રહ્યા છે.