- નવરાત્રિના તહેવારને લઈને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ આપી Etv Bharat ના દર્શકોને શુભકામનાઓ
- જગત જનની મા જગદંબા સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે તેવી કરી પ્રાર્થના
- ભારતની પ્રાચીન સંસ્કૃતિ સનાતન હિન્દુ ધર્મની આજે પણ જનેતા ગણાય છે
જૂનાગઢ: આજથી નવરાત્રીનો પાવન પર્વ શરૂ થયું છે, ત્યારે ગીર અને ગુજરાતી સાહિત્યની ઓળખ સમાન રાજભા ગઢવીએ Etv Bharat ના માધ્યમથી સમગ્ર દેશની જનતાને નવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આજથી જગત જનની મા જગદંબાના આરાધનાના પર્વ એટ્લે કે નવરાત્રી શરૂ થઈ છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ Etv Bharat સાથે કરેલી વાતચીતમાં સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિ અને આપણી પ્રાચીન પરંપરાના સમયમાં નવરાત્રિના તહેવારને લઈને ખાસ વાતચીત કરી હતી અને હિંદુ ધર્મ સંસ્કૃતિ અને તેમાં પણ નવ દિવસ ઉજવવામાં આવતો જગત જનની મા જગદંબાનો તહેવાર એટલે નવરાત્રી. 9 અલગ દિવસ સુધી પ્રત્યેક ભક્ત મા અંબાના આરાધના પુજન અને દર્શન કરીને નવરાત્રીના પાવન પર્વની શુભ ઉજવણી કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: સરકાર કલાકારોને માટે નવરાત્રીને લઈને યોગ્ય નિર્ણય લે: હેમંત ચૌહાણ