ગુજરાત

gujarat

ETV Bharat / city

ડીઝલમાં આપવી પડતી સબસિડીને કારણે રાજ્ય સરકારે માછીમારીની સિઝન એક મહિનો મોડી શરૂ કરી હોવાનો સાગરખેડૂ નો આક્ષેપ

આજથી માછીમારીની નવી સિઝન શરૂ થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા માછીમારોના હિતમાં માછીમારી દરમિયાન માછીમારોને દરિયામાં વાવાઝોડા અને અન્ય વિપરીત પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે સિઝન એક મહિનો પાછળ કરવામાં આવી હતી આવી પરિસ્થિતિમાં આજથી માછીમારીની નવી સિઝન શરૂ થઈ રહી છે જેમાં સાગરખેડૂને અનેક વિપરિત પરિસ્થિતિ અને ડિઝલ તેમજ વિદેશમાં માછલીની નિકાસ જેવી અનેક મુશ્કેલીઓની વચ્ચે આજે સાગરખેડૂ માછીમારીની સફર પર નિકળ્યાં છે.

ડીઝલમાં આપવી પડતી સબસિડીને કારણે રાજ્ય સરકારે માછીમારીની સિઝન એક મહિનો મોડી શરૂ કરી હોવાનો સાગરખેડૂ નો આક્ષેપ
ડીઝલમાં આપવી પડતી સબસિડીને કારણે રાજ્ય સરકારે માછીમારીની સિઝન એક મહિનો મોડી શરૂ કરી હોવાનો સાગરખેડૂ નો આક્ષેપ

By

Published : Sep 1, 2021, 7:13 PM IST

  • આજથી વિધિવત રીતે માછીમારીની સિઝનનો થયો પ્રારંભ
  • ગત વર્ષ કરતા એક મહિનો મોડી શરુ કરવામાં આવી સિઝન
  • ડીઝલના વધતા જતા ભાવોને લઈને સાગર ખેડૂ મુશ્કેલીમાં

ન્યૂઝ ડેસ્ક: આજથી માછીમારીની નવી સિઝન શરૂ થઇ રહી છે પાછલા બે વર્ષથી માછીમારીની સિઝન કોરોના સંક્રમણને કારણે વિદેશમાં માછલીઓની નિકાસ અટકી પડતા સાગરખેડૂ અને માછલીની નિકાસ કરતા નિકાસકારો ખૂબ મોટા આર્થિક સંકટમાં જોવા મળતા હતા ત્યારે વર્તમાન સમયમાં માછલીઓની નિકાસને લઇને પરિસ્થિતિ સુધારા પર જોવા મળી રહી છે ત્યારે આ વર્ષે માછીમારીની સિઝન એક મહિનો મોડી શરૂ કરવામાં આવી છે સામાન્ય દિવસોમાં 1લી ઓગસ્ટના દિવસે માછીમારીની સિઝન શરૂ થતી હોય છે પરંતુ રાજ્ય સરકારે આ વર્ષે એક મહિનો માછીમારીની સિઝન વાવાઝોડુ અને દરિયામાં બીજી અનેક અગવડતાઓને કારણે સાગરખેડૂને ઓછી મુશ્કેલી પડે તે માટે માછીમારીની સિઝન એક મહિનો મોડી શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો જે આજથી અમલમાં આવી રહ્યો છે

કોરોના સંક્રમણને કારણે પાછલા બે વર્ષથી માછલીઓની નિકાસ અટકી પડી
કોરોના સંક્રમણને કારણે પાછલા બે વર્ષથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાંથી ચાઈના અને વિદેશમાં માછલીઓની નિકાસ કરવામાં આવતી હતી જે પ્રભાવિત બની છે બે વર્ષ પૂર્વે વેરાવળ પોરબંદર માંગરોળ સહિતના દરિયાઇ પટ્ટી પર માછલીઓની નિકાસ સાથે સંકળાયેલી 97 કરતા વધુ કંપનીઓ કામ કરી રહી હતી આ પ્રત્યેક કંપની પ્રતિ વર્ષ 20 થી લઇને 30 કરોડ રૂપિયા સુધીની માછલી ચાઇના સહિત યુરોપ અને વિશ્વના અન્ય દેશોમાં આયાત કરીને વિદેશી હૂંડિયામણ કમાઈ રહી હતી જેમાં 50 ટકા જેટલું મસ મોટું ગાબડું પડયું છે જેને કારણે 30 કરતાં વધુ માછલીઓની નિકાસ કરતી કંપનીઓ પર આજે અલીગઢથી તાળા જોવા મળી રહ્યાં છે તો બીજી તરફ કેટલીક નિકાસ કરતી કંપનીઓ બેંકનું ધિરાણ નહીં ચૂકવી શકવાના કારણે પણ બંધ જોવા મળી રહી છે

ડીઝલમાં આપવી પડતી સબસિડીને કારણે રાજ્ય સરકારે માછીમારીની સિઝન એક મહિનો મોડી શરૂ કરી હોવાનો સાગરખેડૂ નો આક્ષેપ
સૌરાષ્ટ્રનો દરિયા કાંઠો માછીમારી નું હબ અને રોજગારી આપતો એક માત્ર ઉદ્યાગસૌરાષ્ટ્રના દરિયાકાંઠાને માછીમારીનું હબ માનવામાં આવે છે અહીં માછીમારી ઉદ્યોગ એકમાત્ર રોજગારીનું સાધન છે જેને લઇને પણ અહીં માછીમારી ઉદ્યોગ ખૂબ જ પ્રસરી અને વિસ્તરતો રહ્યો છે પોરબંદરથી લઈને દીવ સુધીના દરિયાઈ વિસ્તારમાં માછીમારી આજે રોજગારી પુરી પાડી રહ્યું છે. વેરાવળ બંદર પર અંદાજીત 5,000 જેટલી બોટ માછીમારી માટે તૈયાર હોય છે આ જ પ્રકારે પોરબંદરમાં પણ બોટોની સંખ્યા જોવા મળે છે માંગરોળ બંદર પણ 2,000 કરતાં વધુ બોટો માછીમારી સિઝન દરમિયાન દરિયામાં જોવા મળે છે આ સિવાય કોડીનાર મૂળ દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં માછીમારી ઉદ્યોગ રોજગારી પૂર્વ પૂરી પાડી રહ્યો હતો પરંતુ છેલા કેટલાક વર્ષોથી અનેક વીટબણાઓની વચ્ચે માછીમારી ઉદ્યોગ સંકટની વચ્ચે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે 4 મહિનાથી સિઝન દરમિયાન લાખો માછીમારો અને ખલાસીઓના પરિવાર માટે ગુજરાનનું એક માત્ર સાધન બન્યો હતોમાછીમારી માટે ડિઝલમાં આપવામાં આવતી સબસીડી 21 ટકાથી લઈને 7 ટકા કરવામાં આવીમાછીમારી ઉદ્યોગની કમર તૂટવા પાછળનું એક માત્ર કારણ ડિઝલ માં સતત વધી રહેલા ભાવોને માછીમારો અને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માની રહ્યા છે વર્ષ 2014માં 56 રૂપિયાની આસપાસ પ્રતિ લીટર ડિઝલનો ભાવ જોવા મળતો હતો જેમાં કેન્દ્ર સરકાર 28%ના ભાગરૂપે ડીઈપી માછીમારોને પરત સબસીડીના ભાગરૂપે આપવામાં આવતી હતી એ દ્રષ્ટિએ બોટ માલિકોને એક લીટર ડીઝલ 25થી લઈને 30 રૂપિયા સુધીમાં પડતું હતું જેને કારણે ઉત્પાદન ખર્ચ ઘટતા માછીમારી ઉદ્યોગ સંકળાયેલ માછીમારો અને ઉદ્યોગકારોને સારું વિદેશી હૂંડિયામણ મળી રહ્યું હતું પરંતુ 2014 બાદ સતત ડિઝલમાં વધી રહેલા ભાવ અને કેન્દ્ર સરકાર દ્વારા ડીઈપીમાં કરવામાં આવેલ ઘટાડાને કારણે સાગરખેડુને ડિઝલનો ખૂબ મોટો ખર્ચ થઈ રહ્યો છે જેને કારણે માછીમારી ઉદ્યોગ આર્થિક ભારણ નીચે પણ કમર તોડી રહ્યો છે વર્ષ 2021માં 07 ટકાના દરે કેન્દ્ર સરકાર ડીઇપી આપી રહી છે જે વર્ષ-2014 કરતાં 21 ટકા ઓછી મળી રહે છે જે સાગરખેડૂ માટે સૌથી મોટી સમસ્યા ઊભી કરી રહ્યું છેડીઝલની સબ્સિડીનું વળતર 90 દિવસ બાદ કરવામાં આવતું હોવાથી સાગરખેડુ પરેશાન સરકાર માછીમારોને સિઝનની સબસીડી પણ ત્રણ મહિના જેટલા સમયમાં આપતી હોય છે જેને કારણે મોટી રકમ માછીમારો અને નિકાસકારોની સરકારમાં જમા બોલતી હોય છે એક બોટને 15 દિવસની માછીમારીની સીઝન પૂર્ણ કરવા પાછળ સાડા ત્રણ હજાર લીટર ડિઝલની ખપત થાય છે એક બોટ એક મહિનામાં માછીમારી માટે બે વખત દરિયામાં જતી હોય છે અને આ સિઝન 4 મહિના સુધી સતત ચાલતી જોવા મળતી હોય છે ત્યારે ડિઝલનો વપરાશ અને તેના પાછળ થતો ખર્ચ પણ માછીમારી માટે હવે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે વધુમાં બરફ સહિત બોટમાં જતા ખલાસીઓના પગાર અને અન્ય જીવન જરૂરી ચીજો પણ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહી છે આવી પરિસ્થિતિમાં બોટના માલિકો માટે માછીમારી વ્યવસાય ચલાવવો ખૂબ જ કપરું અને મુશ્કેલીભર્યું બની રહ્યું છે
માછીમારોની વ્યથા
માછીમારી સિઝન એક મહિનો મોડી શરુ કરવાનો સરકારનો નિર્ણય કપટ ભર્યોમાછીમારીની સિઝન એક મહિનો મોડો શરૂ કરવાના નિર્ણયને માછીમારો સરકારને કપટ ભરી નીતિનો ભાગ માની રહ્યાં છે એક મહિનો માછીમારી સિઝન મોડી શરૂ થાય તો સરકારને સબસીડી વાળુ ડિઝલ માછીમારોને એક મહિના સુધી પૂરું પાડવું ન પડે આવી પરિસ્થિતિમાં ખુલ્લી બજારમાં સરકાર વહેંચીને ખુબ મોટું આર્થિક ઇન્ડિયામાં મેળવી રહી છે વેરાવળ બંદરથી વાત કરીએ તો અહીં 3000 જેટલી બોટો જો એક મહિના સુધી બંધ રાખવામાં આવે તો અંદાજિત 75 લાખ લીટર ડિઝલ (આ આકડો માત્ર વેરાવરાળ બંદર પરતો જ છે ) સરકારને સબસીડીના ભાગરૂપે વહેંચવા માંથી મુક્તિ મળે આ સિવાય પોરબંદર માંગરોળ જાફરાબાદ મૂળ દ્વારકા સહિત 20 કિમીના દરિયાઈ વિસ્તરામાં હજારો બોટ માછીમારી માટે રજીસ્ટર થાય છે જેના કારણે સરકારને માછીમારોને ચૂકવવી પડતી સબસીડીમાંથી પણ રાહત મળેયુરોપના બઝારોમાં સૌરાષ્ટ્રની માછલીની સારી કિંમતો પણ મોટા ખરીદદાર તરીકે ચાઈના ભારતીય વેપારીઓનું કરે છે શોષણ

સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી મળતી પાપલેટ ઝીંગા lobster સહિતની માછલી ઓની કિંમત યુરોપના દેશોમાં ખુબ જોવા મળે છે જેને કારણે પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પોરબંદરથી લઈને દિવ સુધીનો દરિયા કિનારો માછીમારી માટે હબ માનવામાં આવી રહ્યું છે વેરાવળ અને પોરબંદર વિસ્તારમાંથી મળતી રિબન fishની ચાઇનામાં ખૂબ મોટી માંગ છે જેને કારણે આ માછલીઓ ચીનમાં નિકાસ કરવામાં આવે છે યુરોપના દેશો સાથે વ્યાપારી ગતિવિધિ ખૂબ સુગમતા ભરી ચાલી રહી છે પરંતુ ચાઇના સાથે વ્યાપારી સંબંધો અને ખાસ કરીને માછીમારી ને લગતા વ્યવહારો ખૂબ વિપરીત પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે સામાન્ય દિવસોમાં 140 રૂપિયા પ્રતિ કિલો વહેંચાતી રિબન ફીસ ચાઇના 50 અને 60ના રૂપિયાના બજારભાવોમાં ખરીદી રહી છે જેને કારણે પણ નિકાસકારોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે સાથે માછલીના બદલામાં ચાઇનાના વેપારીઓ સમયસર આર્થિક વ્યવહારો પણ કરતા નથી જેને કારણે પણ નિકાસકારોને આર્થિક સંકળામણમાંથી પસાર થવું પડી રહ્યું છે

ABOUT THE AUTHOR

...view details