ગુજરાત

gujarat

ETV Bharat / city

દીવમાં બની શકે છે ઇતિહાસનો પ્રથમ રોપવે, કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ વ્યક્ત કર્યો ભરોસો - first ropeway could be in Diu

રાજ્યના પ્રધાનો બજેટની જોગવાઇ અને (first ropeway could be in Diu) બજેટની વિવિધ યોજનાઓને લઈને રાજ્યના પ્રવાસ કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે કેન્દ્રીય શહેરી વિકાસપ્રધાન પરસોતમ રૂપાલાએ સંઘ પ્રદેશ દીવની મુલાકાત કરી હતી. જેમાં તેમણે આજે રવિવારે દીવના વિકાસને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત(important announcement regarding development of Diu) કરી હતી.

દીવમાં બની શકે છે ઇતિહાસનો પ્રથમ રોપવે, કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ વ્યક્ત કર્યો ભરોસો
દીવમાં બની શકે છે ઇતિહાસનો પ્રથમ રોપવે, કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ વ્યક્ત કર્યો ભરોસો

By

Published : Feb 13, 2022, 7:59 PM IST

જુનાગઢ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022-23ના સામાન્ય અંદાજપત્રને લઈને હવે કેન્દ્ર અને રાજ્યના પ્રધાનો બજેટની જોગવાઇ અને બજેટની વિવિધ યોજનાઓને લઈને રાજ્યના પ્રવાસ કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને ડેરી વિકાસપ્રધાન પરષોત્તમ રૂપાલાએ સંઘ પ્રદેશ દીવની મુલાકાત કરી હતી. કેન્દ્રીય બજેટમાં ખાસ કરીને દીવના વિકાસને લઇને ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને દીવના લોકો સમક્ષ બજેટની વિશેષ છણાવટ કરી હતી, આ તકે દીવ કલેકટર સહિત મોટી સંખ્યામાં અધિકારીઓની સાથે દીવના સ્થાનિક લોકોએ પણ હાજરી આપી હતી.

કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ વ્યક્ત કર્યો ભરોસો

આ પણ વાંચો:Hajira To UT Diu Cruise : જય સુફિયા ક્રૂઝ દીવ આવી પહોંચી

આગામી દિવસોમાં દીવમાં આકાર લેશે પ્રથમ ropeway

કેન્દ્રીય શહેરી વિકાસપ્રધાન પરસોતમ રૂપાલાએ આજે રવિવારે દીવના વિકાસને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત(important announcement regarding development of Diu) કરી હતી. દીવ સમગ્ર વિશ્વમાં માનીતું અને જાણીતું પર્યટન સ્થળ છે. અહીં આવતા સમગ્ર વિશ્વના પ્રવાસીઓને સુવિધાઓ અને તેને અનુકૂળ પર્યટન સેવાઓના વિસ્તારને લઈને કેન્દ્ર સરકાર ખૂબ જ ગંભીરતાથી આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં દિવ તેના ઇતિહાસનો પ્રથમ રોપવે પણ કેન્દ્ર સરકારના હકારાત્મક અભિગમને કારણે આકાર પામશે.

આ પણ વાંચો:દેવકા બીચ પરના Seafront રસ્તો બનાવવાની મંજૂરી બતાવવાનો દમણ અને દીવ કલેક્ટરને બોમ્બે HC નો આદેશ

દરિયાઇ વિસ્તારમાં રોપવે બનાવવાને લઇને કેન્દ્ર સરકારનું આયોજન

દીવમાં સમગ્ર વિશ્વના પર્યટકો આવતા હોય છે. દીવના મનોહર બીચ આજે પણ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યા છે, ત્યારે દરિયાઇ વિસ્તારમાં રોપવે બનાવવાને લઇને કેન્દ્ર સરકારનું આયોજન અહીં આવતા વિશ્વભરના પ્રવાસીઓ માટે એક વિશેષ નજરાણું (first ropeway in history could be in Diu) બની રહેશે, તેવો ભરોસો કેન્દ્રીય ડેરી વિકાસ પ્રધાન પરષોત્તમ રૂપાલાએ દીવમાં વ્યક્ત કર્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details