જૂનાગઢઃ ગુજરાતી ચલચિત્રોના ખ્યાતનામ ખલનાયક ફિરોઝ ઈરાની મંગળવારે જૂનાગઢની એક દિવસીય મુલાકાતે હતા. 40 વર્ષ સુધી ગુજરાતી ચલચિત્રોમાં હીરોને બરાબરની ટક્કર આપનારા ફિરોઝ ઈરાનીએ ETV Bharat સાથે વિશેષ સંવાદ કર્યો હતો. તે સમયે તેમણે પોતાની કારકિર્દીના અનેક અનુભવો શેર (Firoz Irani shared his experience) કર્યા હતા.
આજે પણ ગુજરાતી ચલચિત્રો માં ફિરોઝ ઈરાનીનો દબદબો યથાવત્ -કલાકાર ફિરોઝ ઈરાનીએ ETV Bharatને તેમના અનુભવ અને તેમના પાત્ર અંગે ખૂલ્લા મને જણાવ્યું હતું. ચલચિત્રોના પડદા પર જોવા મળતા ખલનાયકના રૂપમાં ફિરોઝ ઈરાની ગુજરાતી ચલચિત્રની (Firoz Irani on Gujarati Movies) તેમને 50 વર્ષની સફર પૂર્ણ કરી ચૂક્યા છે. ગુજરાતી ચલચિત્ર પર તેમનો દબદબો આજે પણ કાયમ જોવા મળે છે. 70 વર્ષ કરતા વધુની આયુએ પહોંચેલા ફિરોઝ ઈરાની આજે પણ અદાકારીને લઈને ખૂબ ગંભીર જોવા મળ્યા હતા.
પ્રશ્ન- વર્તમાન સમયમાં ગુજરાતી ચલચિત્રોનું ભાવિ તમે એવું માનો છો?જવાબ -આધુનિક સમયમાં પણ ગુજરાતી ચલચિત્રનું ભવિષ્ય ખૂબ સુંદર જોઈ રહ્યો છું, પરંતુ કેટલાક ખરાબ તત્વો આજે ગુજરાતી ચલચિત્ર જોવા મળે છે. ચલચિત્રમાં (Firoz Irani on Gujarati Movies) અભિનય માટે હરિફાઈ થાય. તે સદાને માટે આવકાર્ય હોય છે, પરંતુ વર્તમાન સમયમાં ગુજરાતી ચલચિત્રમાં કામ કરવા અભિનયની હરિફાઈ કરતા વધારે વ્યક્તિને પસંદ કરવાની જે પદ્ધતિ નવા આધુનિક સમયમાં કેટલાક કિસ્સાઓમાં ગુજરાતી ચલચિત્રમાં પણ જોવા મળી હતી. આ બાબત તેમને નાપસંદ લાગે છે. કોઈ પણ ચલચિત્રની દુનિયામાં હરિફાઈનું એક માત્ર માધ્યમ અદાકારી હોવું જોઈએ, પરંતુ કેટલાક કિસ્સામાં હરિફાઈનું માધ્યમ અદાકારીથી બદલાઈને એક બીજાની ઈર્ષ્યા સુધી પહોંચી ગયું છે. આ બાબત ગુજરાતી ચલચિત્રમાં તેમને પસંદ નથી.
પ્રશ્ન- ગુજરાતી ચલચિત્રમાં ખલનાયકનું પાત્ર કેટલું મહત્વનું અને કેટલું મુશ્કેલ માનો છો?જવાબ- ગુજરાતી ચલચિત્રમાં હીરો-હીરોઇન અને વિલનના પાત્રોની વચ્ચે ચલચિત્રની પટકથા શરૂ (Firoz Irani on Gujarati Movies) થતી હોય છે અને તેની આસપાસ જ પૂર્ણ થતી હોય છેય ખલનાયકનું પાત્ર આગવું છે એટલા માટે કે હીરો અને હિરોઈનનું પાત્ર ગુજરાતી ચલચિત્રમાં ખૂબ (Firoz Irani on Gujarati Movies) મર્યાદિત હોય છે, પરંતુ સમગ્ર ચિત્રની પટકથા અને ચલચિત્રને દર્શકોના હૈયા સુધી પહોંચાડવા માટે ખલનાયકનું પાત્ર ખૂબ દમદાર હોવું જોઈએ. આપણા ચલચિત્રના ઈતિહાસ છે કે, ખલનાયકના પાત્રો થકી અનેક ચલચિત્રો દર્શકોના હૈયા સુધી પહોંચી છે અને વર્ષો બાદ પણ આવા અનેક ચલચિત્રો છે, જે આજે પણ દર્શકો પસંદ કરી રહ્યા છે.
પ્રશ્ન- સફળ ખલનાયક તરીકે અદાકારી કર્યા બાદ ક્યારેય હીરોનું પાત્ર ભજવવાની ઈચ્છા થઈ ખરી?જવાબ- મેં ગુજરાતી ચલચિત્રમાં કામ કરવાની શરૂઆત વર્ષ 1967માં ગુજરાતણ ફિલ્મથી (Firoz Irani First Movie Gujaratan) કરી હતી. મારા જમાનામાં હીરોનો રોલ સહાયક રોલ માનવામાં આવતો હતોય અમારા જમાનાની ફિલ્મોની વાત કરીએ તો, હીરોનું પાત્ર એક ઢબમાં ધાળેલા પાત્રથી વધારે અદાકારી કરવાની વિશેષ તક પ્રાપ્ત થતી ન હતી. હું કાયમ માટે ગુજરાતી ચલચિત્રમાં નવા વિચારો અને નવા પાત્રોને લઈને કામ કરવાની ઇચ્છા ધરાવતો હતો અને એટલા માટે ખલનાયકનું પાત્ર પસંદ કર્યું તેની પાછળના કારણ છે કે, ખલનાયકના પાત્રમાં વિવિધતા અને વિશેષતા વધુ હોય છે. તેના કારણે કોઈ પણ અદાકારને પોતાની કલાના ઓજસ પાથરવા માટે ખૂબ વિશાળ ફલક મળતું હોય છે. એટલે મેં ચલચિત્રોમાં ખલનાયકનું પાત્ર ભજવવાનું વધારે પસંદ કર્યું. મેં મારા ફિલ્મી કરિયરમાં મુરુ માણેકના ગુજરાતી ચલચિત્રમાં એન્ટી હિરોનો રોલ પણ કરેલો છે. મૂળ રોલ ખલનાયકના પાત્રથી શરૂ થાય છે અને ચલચિત્ર પૂર્ણ થતા તે રોલ હીરોના પાત્રમાં પૂર્ણ થાય છે.
પ્રશ્ન- 50 વર્ષની ગુજરાતી ચલચિત્રની લાંબી સફર માં સારા કે નરસા પ્રસંગો નો અનુભવ થયો?જવાબ - હું મોટા ભાગના ચલચિત્રોમાં નકારાત્મક કહી શકાય તેવા વિલનના પાત્રમાં જોવા મળતો (Gujarati film villain Firoz Irani) હતો અને એટલે ખરાબ અસર લોકોના માનસ પર થઈ અને લોકો એટલી હદે માનતા થયા કે, હું વ્યક્તિ તરીકે ખરાબ છું. લોકો મને અપશબ્દો કહેતા. મહિલાઓ તો મારો વિરોધ કરતી અને કેટલાક કિસ્સામાં તો મહિલાઓના હાથે માર ખાવાથી પણ હું બચ્યો હતો, પરંતુ જ્યારે મારા દર્શકોને અને ખાસ કરીને લોકોને તેમના અભિનય જીવનને વાસ્તવિકતા સાથે જોવા લાગ્યા ત્યારે આ જ લોકો કે જે તેમણે પહેલા ગાળો આપતા હતા તે પ્રેમપૂર્વક આદર આપતા થયા.