- ફાયર વિભાગની ટીમે કૂવામાં પડેલા ખૂંટિયાનું રેસક્યુ કર્યું
- જૂનાગઢના ખ્વાજા નગરના ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો ખૂંટિયો
મનપા ફાયર વિભાગની ટીમે ખ્વાજા નગરમાં કૂવામાં પડેલા ખૂંટિયાને બચાવ્યો
જૂનાગઢ: શહેરના ખ્વાજા નગરમાં બુધવારની વહેલી સવારે ખુલ્લા કૂવામાં અકસ્માતે એક ખૂટ્યો ખાબક્યો હતો, જેની જાણ જૂનાગઢ મનપાના ફાયર વિભાગના અધિકારીઓને કરવામાં આવતા ફાયરની ટીમે ઘટના સ્થળ પર જઈને કૂવામાં પડેલા ખુટીયાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, બે કલાકની ભારે જહેમત બાદ અંતે જૂનાગઢ ફાયર વિભાગના અધિકારીઓને સફળતા મળી હતી અને ખુટીયાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો.
મનપા ફાયર વિભાગની ટીમે ખ્વાજા નગરમાં કૂવામાં પડેલા ખૂંટિયાને બચાવ્યો ખૂંટિયાનું રેસ્ક્યૂ કરવા જેસીબી સહિતના સાધનોની મદદ લેવાઈ
કૂવામાં પડેલા ખુટીયાને બચાવવા માટે ફાયર વિભાગના કર્મચારીઓ વ્યક્તિગત રીતે રેસ્ક્યુ કાર્ય હાથ ધર્યું હતું પણ તે શક્ય ન બન્યું તેથી ખુટીયાનું રેસ્ક્યૂ કરવા માટે મશીનની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે જૂનાગઢ મનપાના ફાયર વિભાગના અધિકારીઓએ જેસીબી મશીન અને ફાયર ફાઈટરની મદદથી અંતે બે કલાકની ભારે જહેમત બાદ કૂવામાં પડેલા ખુટીયાને સફળતા પૂર્વક બહાર કાઢવામાં સફળતા મળી હતી.
મનપા ફાયર વિભાગની ટીમે ખ્વાજા નગરમાં કૂવામાં પડેલા ખૂંટિયાને બચાવ્યો