- બહાઉદ્દીન કોલેજનાં પટાંગણમાંથી શરૂ થઈ હકૂમતની ચળવળ
- જૂનાગઢનાં લોકોએ બીજી આઝાદીનો કર્યો અનુભવ
- જૂનાગઢની મુક્તિમાં આરઝી હકૂમતનું યોગદાન
- આજે જૂનાગઢનો છે 74 મુક્તિ દિવસ
જૂનાગઢ : જૂનાગઢ શહેર આજે 74મો મુક્તિ દિવસ મનાવી રહ્યું છે(Junagadh is celebrating its 74th Liberation Day). વર્ષ 1947ની 9મી નવેમ્બરે જૂનાગઢને નવાબી શાસનમાંથી મુક્તિ મળી હતી. ૧૫મી ઓગસ્ટનાં દિવસે સમગ્ર દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત(Freed from British rule) થયો હતો પરંતુ જે-તે સમયે જૂનાગઢનાં નવાબે ભારત સાથે રહેવાની વાતને લઇને ઇન્કાર કરીને કહ્યું કે, જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે અને રહેશે તેવી જીદ પકડતા સરદાર પટેલ(Sardar Patel) દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી. તેમજ આરઝી હકૂમત નામની સંસ્થા મુબઈમાં શામળદાસ ગાંધી(Shamaldas Gandhi)ની આગેવાનીમાં સ્થાપવામાં આવી હતી. આરઝી હકૂમતની લડાઈ કમિટીમાં શામળદાસ ગાંધી, રતુભાઇ અદાણી, અમૃતલાલ શેઠ(Amrutlal Seth) સહિત કેટલાક આગેવાનોની હાજરીમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ(Bahauddin College) ખાતે જાહેર સભા કરીને જૂનાગઢની આઝાદી માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી.
જૂનાગઢની મુક્તિમાં આરઝી હકૂમતનું યોગદાન
જૂનાગઢને નવાબી શાસનમાંથી મુક્તિ અપાવવા માટે શામળદાસ ગાંધીને આંદોલનની કમાન સોંપવામાં આવી હતી. જેમાં રતુભાઇ અદાણી, અમૃતલાલ શેઠ સહિત અનેક નામી અનામી આરઝી હકુમતનાં સ્વાતંત્ર સેનાનીઓ જોડાયા હતા. જેને કારણે જૂનાગઢનાં નવાબ પર દબાણ વધતા અંતે વર્ષ ૧૯૪૭ની ૯મી નવેમ્બરનાં દિવસે જૂનાગઢનાં નવાબે જૂનાગઢ છોડીને પાકિસ્તાનમાં આશ્રય મેળવવાની ફરજ પડી હતી ત્યારથી જૂનાગઢની આઝાદી 9મી નવેમ્બરે મનાવવામાં આવે છે. જૂનાગઢની આઝાદીની લડાઈ સાથે જોડાયેલા લડવૈયાઓ આજે પણ તે દિવસને યાદ કરીને ખુમારી સાથે મુક્તિ દિવસને યાદ કરી રહ્યા છે.
જુનાગઢનાં નવાબનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ