ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢના કેશોદમાં પાકને બચાવવા ખેડૂતો ઓપનર થ્રેશરના સહારે, રાત્રે કરી રહ્યા છે ઉજાગરા - જૂનાગઢ કેશોદ ખેડૂત

વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. ત્યારે જૂનાગઢના (Junagadh) કેશોદ તાલુકામાં (Keshod Taluka) પણ ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીંના ખેડૂતોએ ખેતપેદાશ (Farm produce) હાથમાંથી જવાની ભીતીના કારણે ઓપનર થ્રેશરની (Opener Thrasher) મદદ લીધી છે. ખેડૂતો રાત્રિના સમયે ઓપનર થ્રેશર (Opener Thrasher) શરૂ કરી ખેતપેદાશો સાચવવા કામે લાગ્યા છે.

જૂનાગઢના કેશોદમાં પાકને બચાવવા ખેડૂતો ઓપનર થ્રેશરના સહારે, રાત્રે કરી રહ્યા છે ઉજાગરા
જૂનાગઢના કેશોદમાં પાકને બચાવવા ખેડૂતો ઓપનર થ્રેશરના સહારે, રાત્રે કરી રહ્યા છે ઉજાગરા

By

Published : Nov 18, 2021, 12:18 PM IST

  • જૂનાગઢના કેશોદ તાલુકામાં ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો
  • ખેડૂતોએ પાકને બચાવવા રાત્રિના સમયે પણ ઓપનર થ્રેશર (Opener Thrasher) શરૂ કર્યા
  • વાતાવરણમાં અચાનક પલટો થતા ખેડૂતોને વેઠવું પડ્યું હતું નુકસાન

જૂનાગઢઃ રાજ્યમાં ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો મુંઝવણમાં મૂકાયા હતા. કેટલાક ખેડૂતોને તો ભારે વરસાદના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વધુ વરસાદના કારણે મગફળીના પાકમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા ખેત ઉત્પાદન અને ઘાંસચારામાં નુકસાન થયું હતું. અનેક ખેડૂતોને ખર્ચ જેટલું પણ ઉત્પાદન થયું નથી. તો કોઈ ખેડૂતોને મગફળીના પાકમાં સારું ઉત્પાદન થવાની સંભાવના છે. તેવા ખેડૂતોને મગફળી ઉપાડવાની કામગીરી કર્યા બાદ ખેતરોમાં પાથરા પડ્યા હોય તેવા સમયે અને શિયાળાની ઋતુમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો મુંઝવણમાં મૂકાયા છે.

જૂનાગઢના કેશોદ તાલુકામાં ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો

આ પણ વાંચો-વિજ જોડાણને લઈને કેશોદના ખેડૂતોએ કરી ઈચ્છામૃત્યુની માંગ

ખેડૂતો મગફળીનો પાક બચાવી રહ્યા છે

4 મહિનાની મહેનત બાદ મગફળીનો તૈયાર થયેલા પાક હાથમાંથી જવાની ભીતિથી ખેડૂતોએ રાત્રિના સમયે ઓપનર થ્રેશર (Opener Thrasher) શરૂ કર્યા છે. આ સાથે જ ખેતપેદાશો સાચવવા ખેડૂતો કામે લાગ્યા છે. જીવના જોખમે ખેડૂતો મજૂરો રાત્રિના સમયે કામ કરતા જોવા મળી રહ્યા છે. એક તરફ ખેડૂતોને મગફળીનો પાક સાચવવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ આગોતરી મગફળીનું વાવેતર કરનારા ખેડૂતોએ મગફળીનો પાક સાચવી લીધા બાદ શિયાળુ પાકનું વાવેતર કરવાની ઉતાવળ પણ થઈ રહી છે.

ખેડૂતોએ પાકને બચાવવા રાત્રિના સમયે પણ ઓપનર થ્રેશર શરૂ કર્યા

આ પણ વાંચો-Exclusive Interview: 'જ્યાં ખેતીના પાકને થયેલા નુકસાન અંગે રજૂઆતો આવી છે ત્યાં સર્વેની સૂચના અપાઈ ગઈ છે' : રાઘવજી પટેલ

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા

વાતાવરણમાં બદલાવના કારણે કમોસમી વરસાદ થશે તો અમુક ખેડૂતોએ થોડા દિવસો પહેલાં કરેલા શિયાળુ પાકના વાવેતરમાં નુકશાની થવાની પણ શક્યતા છે ત્યારે વાતાવરણમાં બદલાવ આવતા કમોસમી વરસાદ થશે કે કેમ તે જોવાનું રહ્યું પણ હાલ ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details