ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયામાં ખેડૂતો હજુ પણ દર્શાવી રહ્યા છે નિરસતા - ખેડૂતોની નિરસતા

સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા ગત 26 ઓક્ટોબરથી શરૂ થઇ છે. 10 દિવસના સમય દરમિયાન ખેડૂતો સરકાર દ્વારા ઉભા કરવા આવેલા મગફળી ખરીદ વેચાણ સેન્ટરમાં આવવાનું ટાળી રહ્યા છે.

ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયામાં હજુ પણ ખેડૂતોની નિરુત્સાહ
ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયામાં હજુ પણ ખેડૂતોની નિરુત્સાહ

By

Published : Nov 4, 2020, 4:00 PM IST

Updated : Nov 4, 2020, 4:35 PM IST

  • મગફળીના ટેકાના ભાવે ખરીદ વેચાણ સેન્ટરમાં ખેડૂતોની પાખી હાજરી
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે નિરુત્સાહ
  • જૂનાગઢ ખાતે રજિસ્ટર કરાવાયેલા ખેડૂતો પૈકીના ૧૦થી ૧૨ ટકા ખેડૂતો મગફળી વહેંચવા આવ્યા
  • ખુલ્લી બજારમાં મળતા સારા બજારભાવને કારણે સરકારના ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં ખેડૂતો ગેર હાજર
  • ગત વર્ષના ખરાબ અનુભવ અને આ વર્ષે ખુલ્લી બજારમાં સારા ભાવો ખેડૂતોને ઉત્સાહિત કરી રહ્યા છે

જૂનાગઢઃ ઓક્ટોબર મહિનાની 26મી તારીખે સરકાર દ્વારા નિર્ધારિત કરેલા રૂપિયા 1055ના દરથી મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા પહેલા 21મી ઓક્ટોબરે શરૂ થવાની હતી. પરંતુ કમોસમી વરસાદને કારણે તેને એક અઠવાડિયા સુધી પાછી ઠેલવાની ફરજ રાજ્યના કૃષિ વિભાગને પડી હતી. તે મુજબ હાલ જૂનાગઢ એપીએમસીમાં સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા થઈ રહી છે, જેમાં આ વર્ષે ખેડૂતો ખૂબ જ પાંખી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે

ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયામાં હજુ પણ ખેડૂતોની નિરુત્સાહ

ખુલ્લી બજારના ભાવો ખેડૂતોને આકર્ષી રહ્યા છે

ગત વર્ષે હજારોની સંખ્યામાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેની સરખામણીએ આ વર્ષે રજિસ્ટ્રેશનની સંખ્યામાં પણ ખૂબ ઘટાડો જોવા મળી રહ્યો છે અને જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તે પૈકીના મોટાભાગના ખેડૂતો ખુલ્લી બજારમાં તેમની મગફળી વહેંચી ચૂક્યા છે અથવા તો વહેંચવા માટેની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે, આમ થવા પાછળનું કારણ ખુલ્લી બજારમાં હાલ જે પ્રકારે પ્રતી 20 કિલો મગફળીના ભાવો જોવા મળી રહ્યા છે, તેને લઇને ખેડૂતો પણ ખુલ્લી બજાર તરફ આકર્ષાઈ રહ્યા છે અને ટેકાના ભાવે મગફળીની જગ્યાએ ખુલ્લી બજારમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે.

ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયામાં હજુ પણ ખેડૂતોની નિરુત્સાહ

રજિસ્ટ્રેશનના આંકડાઓ અને ખેડૂતોને હાજરીમાં ગત વર્ષની સરખામણીએ મસ મોટો ઘટાડો

ટેકાના ભાવે મગફળીની વહેંચણી કરવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવતુ હોય છે. તે મુજબ જૂનાગઢ એપીએમસીમાં 5100 આસપાસ ખેડૂતોએ પોતાની મગફળી વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકીના 165 ખેડૂતો તેમની મગફળી વહેંચી ચૂક્યા છે. તેમજ 29 જેટલા ખેડૂતો મગફળી ગુણવત્તાયુક્ત નહીં હોવાને કારણે તેને રિજેક્ટ કરવામાં આવ્યા છે. ત્યારે પાછલા દસ દિવસમાં 5100 પૈકી માત્ર 194 જેટલા ખેડૂતો જ પોતાની મગફળીનું વેચાણ કરવા માટે સરકાર દ્વારા નક્કિ કરવામાં આવેલા ખરીદ વેચાણ કેન્દ્રમાં મગફળી વહેંચવા માટે આવ્યા હતા. જે અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો દર્શાવે છે. ગત વર્ષે ખેડૂતોની ખુબ મોટી સંખ્યા જોવા મળતી હતી, જેની સામે આ વર્ષે ખેડૂત ખુદ મગફળી વહેંચવા માટે આનાકાની કરી રહ્યા છે.

જૂનાગઢ ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયામાં હજુ પણ ખેડૂતોની નિરસતા
Last Updated : Nov 4, 2020, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details