ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવાંતર યોજનાનો ગુજરાતમાં અમલ નહીં કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર સવાલો કરતાં જૂનાગઢના ખેડૂતો - Farmers of Junagadhટ

રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ બે દિવસ પૂર્વે જૂનાગઢ શહેરમાં જન આશીર્વાદ યાત્રા લઈને પહોંચ્યા હતા. તેમણે માધ્યમો સાથે વાતચીત કરતા ભાવાંતર યોજનાને લઈને રાજ્ય સરકારનો મત સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં ભાવાંતર યોજના લાગુ કરવી શક્ય નથી, માટે યોજના ગુજરાતમાં લાગુ કરવામાં આવશે નહી. જેને લઈને આજે 12 ઓક્ટોબરે Etv Bharat દ્વારા જૂનાગઢના ખેડૂતો સાથે ભાવાંતર યોજનાને લઇને વાતચીત કરી હતી. જૂનાગઢના ખેડૂતો બિલકુલ સ્પષ્ટ માની રહ્યા છે કે, રાજ્ય સરકારની આ બેવડી નિતી ખેડૂતોને પાયમાલ કરવા માટે પૂરતી છે તેવું જણાવીને ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો.

Farmers on the issue of conversion scheme
Farmers on the issue of conversion scheme

By

Published : Oct 12, 2021, 4:57 PM IST

  • ભાવાંતર યોજના લાગુ નહીં કરવાના સરકારના નિર્ણય સામે જૂનાગઢના ખેડૂતો રોષ
  • રાજ્ય સરકાર તેમના મળતિયાઓને સાચવવા માટે યોજના લાગુ કરવાથી બચી રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ
  • ભાવાંતર યોજના ગુજરાતમાં નિષ્ફળ બને તેવા નિણર્યને લઈને ખેડૂતોનો સરકાર પર આક્ષેપ

જૂનાગઢ: બે દિવસ પૂર્વે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ જન આશિર્વાદ યાત્રા લઈને જૂનાગઢ આવ્યા હતા. તેમની આ યાત્રા દરમિયાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કૃષિપ્રધાન રાઘવજી પટેલ ભાવાંતર યોજનાને લઈને વાત કરી હતી. રાઘવજી પટેલે આ યોજના ગુજરાતમાં લાગુ કરવાને લઈને સરકાર કોઈ વિચાર કરતી નથી તેવો નિર્ણય મીડિયા સમક્ષ જૂનાગઢમાં કર્યો હતો. કૃષિપ્રધાનના આ નિર્ણયને લઈને Etv Bharat જૂનાગઢના ખેડૂતો સાથે ભાવાંતર યોજના લાગુ કરવી જોઈએ કે કેમ તેને લઈને ખેડૂતોના અભિપ્રાયો મેળવ્યા હતા. જેમાં જૂનાગઢ ખેડૂત સ્પષ્ટ માની રહ્યો છે કે, ભાવાતર યોજનાથી રાજ્યના ખેડૂતોને ખૂબ મોટો લાભ થઈ શકે છે.

ભાવાંતર યોજનાનો ગુજરાતમાં અમલ નહીં કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર સવાલો કરતાં જૂનાગઢના ખેડૂતો

આ પણ વાંચો: CR Patil Visits Junagadh: ગરબામાં 400ની પણ BJP કાર્યક્રમોમાં અમર્યાદિત સંખ્યાને લઈને ખેલૈયાઓમાં ભારે રોષ

મળતિયાને ફાયદો કરાવવા યોજનાનો અમલ કરાયો નથી

જૂનાગઢના ખેડૂતો બિલકુલ સ્પષ્ટ માની રહ્યા છે કે, ભાવાંતર યોજના લાગુ થવાથી રાજ્ય સરકાર દર વર્ષે ટેકાના ભાવે કૃષિ જણસોનાની ખરીદ- વેચાણની જટિલ પ્રક્રિયામાંથી મુક્ત થશે. સાથે સાથે કૃષિ જણસોની ખરીદી બાદ ભેળસેળ અને ભ્રષ્ટાચાર બહાર આવે છે. તેના પર પણ સંપૂર્ણપણે લગામ લાગી જશે. વધુમાં રાજ્ય સરકારને ટેકાના ભાવે મગફળી કે અન્ય કૃષિ જણસોની ખરીદી કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ એક જિલ્લામાં થતો હોય છે. ભાવાંતર યોજના લાગુ થવાથી આ તમામ મુશ્કેલી અને આર્થિક નુકસાનથી રાજ્ય સરકાર બચી શકે છે. જેનો સીધો ફાયદો ગુજરાતના ખેડૂતોને થઈ શકે છે પરંતુ રાજ્ય સરકાર ગુજરાતમાં ભાવાર્થ ચિંતા યોજના લાગુ કરવાને લઈને પોતાનું નકારાત્મક અભિગમ જાહેર કરી દીધો છે. જેને લઇને જૂનાગઢના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: C R Patil in Junagadh: 2022ની ચૂંટણીઓ સમસસર થશે, કામે લાગી જવા અનુરોધ

ABOUT THE AUTHOR

...view details