ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ APMCમાં ખેડૂતોની લાગી લાઈન, રોકડમાં ચૂકવણી થતા મગફળીની આવકમાં વધારો - માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને રોકડમાં પૈસાની ચૂકવણી

રાજ્ય સરકારે ગઈકાલે ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરી છે. તેમ છતાં ખેડૂતોનો જોક ખૂલ્લા બજારમાં મગફળીના વેચાણ (Sale of Peanut) પર છે. છેલ્લા 2 મહિના દરમિયાન જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં (Junagadh APMC) અંદાજે એક લાખ ગુણી મગફળીની આવક (Peanut income) થઈ છે, જેમાં અંદાજિત 15 કરોડ કરતાં વધુનો વેપાર APMCમાં થયો છે. તો ખૂલ્લી બજારમાં મળી રહેલા સારા બજાર ભાવ અને સ્થળ પર ચૂકવણાના કારણે ખેડૂતો ખૂલ્લા બજાર તરફ વધારે આકર્ષિત થઈ રહ્યા છે.

જૂનાગઢ APMCમાં ખેડૂતોની લાગી લાઈન, રોકડમાં ચૂકવણી થતા મગફળીની આવકમાં વધારો
જૂનાગઢ APMCમાં ખેડૂતોની લાગી લાઈન, રોકડમાં ચૂકવણી થતા મગફળીની આવકમાં વધારો

By

Published : Nov 10, 2021, 3:42 PM IST

Updated : Nov 10, 2021, 4:31 PM IST

  • ખૂલ્લી બજારમાં મળતા સારા ભાવોના કારણે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) તરફ આકર્ષાયા
  • ગયા બે મહિના દરમિયાન જૂનાગઢ APMCમાં એક લાખ ગુણી મગફળીની આવક
  • સ્થળ પર થઈ રહેલા ચૂકવણાના કારણે ખેડૂતો ખૂલ્લી બજાર તરફ આકર્ષાયા

જૂનાગઢઃ રાજ્યના તમામ ધંધા વેપાર લાભ પાંચમના (Labh Pancham) શુભ મુહૂર્ત પર શરૂ થઈ ગયા છે. ત્યારે રાજ્ય સરકારે લાભ પાંચમના (Labh Pancham) પાવન દિવસથી ટેકાના ભાવે (Support Price) મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. જોકે, ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોમાં જોઈએ તેવો ઉત્સાહ જોવા નથી મળતો. અત્યારે ખેડૂતો ટેકાના ભાવની જગ્યાએ ખૂલ્લા બજારમાં મગફળી વેચવા તરફ વળી રહ્યા છે.

આ પણ વાંચો-ડાંગરની ટેકાના ભાવે ખરીદી થાય તે માટે APMC અને સહકારી નોડલ એજન્સી તરીકે નીમવા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માંગણી

મગફળીની નવી સિઝન શરૂ થતા માર્કેટિંગ યાર્ડમાં અંદાજિત એક લાખ ગુણીની આવક

ખૂલ્લા બજારમાં સારા બજાર ભાવ મળી રહ્યા છે. સાથે જ ખેડૂતોને મગફળીની આવક (Peanut income) સ્થળ પર રોકડમાં મળી રહી છે. તેના કારણે ખેડૂતો સરકારને ટેકાના ભાવે મગફળી વેચવા ખચકાઈ રહ્યા છે. એટલે એવું લાગી રહ્યું છે કે ખેડૂતોને ટેકાના ભાવ કરતા ખૂલ્લા બજારમાં વધુ ફાયદો દેખાઈ રહ્યો છે. આના પરિણામે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક સતત વધી રહી છે. મગફળીની નવી સિઝન શરૂ થઈ ત્યારથી લઈને ગઈકાલ સુધીમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં (Junagadh APMC) અંદાજિત એક લાખ ગુણી મગફળીની આવક થઈ છે.

આ પણ વાંચો-જૂનાગઢ APMCમાં મગફળી અને સોયાબીનની આવક વધતા બંનેના બજાર ભાવ વધ્યા

જૂનાગઢ APMCમાં મગફળીની ખરીદવેચાણને લઈને APMCના સચિવે કરી વાતચીત

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં (જૂનાગઢ APMC) નવી મગફળીની સિઝન શરૂ થઈ ત્યારથી લઈને ગઈકાલ સુધીમાં અંદાજિત એક લાખ ગુણી મગફળીની આવક થઈ છે, જેના થકી APMCમાં છેલ્લા 2 મહિના દરમિયાન અંદાજિત 15 કરોડ રૂપિયાની આસપાસના મગફળીના સોદાઓ પૂરા થયા છે. તેવું APMCના સચિવ પી. એસ. ગજેરા એ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે જૂનાગઢ APMCમાં સારી મગફળીના 1,200 રૂપિયા પ્રતિ મણના ભાવ મળી રહ્યો છે, જે સરકાર દ્વારા નક્કી કરેલા ટેકાના ભાવ 1,110 રૂપિયા કરતા 90 રુપિયા વધુ જોવા મળી રહ્યા છે. આને લઈને પણ ખેડૂતો ખૂલ્લી બજાર તરફ આકર્ષાઈ રહ્યા છે.

Last Updated : Nov 10, 2021, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details