- ઉનાળુ પાકોને વાવાઝોડા અને વરસાદથી થયું ખૂબ મોટું નુકસાન
- ઉનાળુ પાકો જેવા કે બાજરી, તલ, મગ, અડદ સહિત ઉનાળુ પાકોના થયું મોટું નુકસાન
- સરકાર નુકસાનીનો સરવે કરીને જગતના તાતને સહાય આપે તેવી માગ કરાઈ
- વાવાઝોડાએ કર્યું ઉનાળુ પાકોને પણ પારાવાર નુકસાન
જૂનાગઢ : વાવાઝોડાએ ઉનાળુ પાકો પર પણ જાણે કે સોથ ફેરવી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જિલ્લામાં ઉનાળુ પાક તરીકે બાજરી, તલ, મગ, અડદ સહિત કેટલાક કઠોળ વર્ગના પાકોનુ વાવેતર થતું હોય છે, પરંતુ અચાનક આવેલા વાવાઝોડાને કારણે બાજરી, તલ સહિત ઉનાળુ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. જેના કારણે તૈયાર પાક બિલકુલ નષ્ટ થઈ ગયો છે. જેને કારણે ઉનાળુ પાકોની ખેતીની આવકને લઈને જગતનો તાત હવે ચિંતિત બન્યો છે અને રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ નુકસાનીનો તાકિદે સર્વે કરવામાં આવે અને જે વિસ્તારમાં ખેડૂતોને હકિકતમાં નુકસાન થયું છે, તેવા તમામ ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માગ કરી રહ્યો છે.
આ પણ વાંચો : વાવાઝોડાને પગલે ગીર વિસ્તારની આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુનું નુકસાન