જૂનાગઢ : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષની (Congress Gujarat Pradesh President) જવાબદારી ચૂંટણીને લઈને જેની ઠુમરની વરણી કરી છે. છેલ્લા ઘણા સમયથી પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાનું માળખું સુષુપ્ત અવસ્થામાં જોવા મળતુ હતુ. તેમાં વેગ આપવા માટે રાષ્ટ્રીય નેતૃત્વે યુવાન અને શિક્ષિત મહિલા અગ્રણી જેની ઠુમરની (President of Congress Region Women Front) વરણી કરી છે. જેની ઠુમરની વરણી થતાં ચૂંટણીના સમયમાં કોંગ્રેસને લાભ મળવાની આશા છે.
જેની ઠુમરની પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ તરીકે પસંદગી આ પણ વાંચો :Gujarat Assembly 2022: કોંગ્રેસના વિરોધ વચ્ચે વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસે ઢોર નિયંત્રણ બિલ પસાર
લોકોને કોંગ્રેસની વિચારધારા સાથે - પ્રદેશ કોંગ્રેસમાં ગણનાપાત્ર કહી શકાય તેવા મહિલા નેતાઓની અને સંગઠનમાં કામ કરી શકે તેની ખૂબ અછત જોવા મળતી હતી. આવી પરિસ્થિતિમાં પક્ષ સાથે અને ચૂંટણીના સમયમાં મહિલા મતદારોની જોડવા ખૂબ કપરું અને મુશ્કેલ કાર્ય બની રહ્યું હતું. તેનો વિચાર કરીને કોંગ્રેસના સર્વોચ્ચ નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ તરીકે જેની ઠુમરની વરણી કરીને મહિલા મતદારો, શિક્ષિત અને યુવાન મહિલાઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ. તો તેનો ફાયદો કોંગ્રેસને મળે તે માટે ચૂંટણીના સમયમાં જેની ઠુમરની પ્રદેશ મહિલા મોરચાના (Jenny Thumar Appointment to Congress) અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે.
સ્થાનિક સ્તરે કામ થાય તો મળે ફાયદો - જૂનાગઢના સિનિયર પત્રકાર કાર્તિક ઉપાધ્યાયે (Expert on Jenny Thumar) જેની ઠુમરની વરણીને (Gujarat Pradesh Mahila Morcha) યોગ્ય ઠેરવી હતી. ચૂંટણીના સમયમાં મહિલા કાર્યકર અને તે પણ શિક્ષિત અને પાટીદાર કોંગ્રેસનો આ નિર્ણય એક કાંકરે અનેક પક્ષીઓને નિશાન બનાવી શકે તેમ છે. પરંતુ કોંગ્રેસની આ નિમણૂક જ્યાં સુધી પ્રત્યેક લોકો સુધી કાર્યકરો નેતાઓ અને અગ્રણીઓ વ્યક્તિગત રીતે પહોંચીને પક્ષની વિચારધારાને નહીં પહોંચાડી શકે ત્યાં સુધી કોઈ પણ મોટી નિમણૂક ચૂંટણીના સમયમાં ઉપયોગી સાબિત થતી હોતી નથી.
આ પણ વાંચો :Inflation In Gujarat: મોંઘવારી મામલે સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા વિરોધ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી
"વિધાનસભાની ચૂંટણીમાં લાભ" - સિનિયર પત્રકાર કાર્તિક ઉપાધ્યાયે (Expert on Jenny Thumar) વધુમાં જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં જેની ઠુમરની નિમણૂકને કોંગ્રેસ ગામડાના મતદારોમાં પ્રભાવિત કરી શકે તેમ છે. ગામડાના મતદારો આજે પણ યુવાન અને મહિલા નેતૃત્વથી પ્રભાવિત થાય છે. ત્યારે જેની ઠુમરની વરણી ખુદ કોંગ્રેસના તમામ કાર્યકરો અને મોટા નેતાઓ પ્રત્યેક વ્યક્તિ સુધી રૂબરૂ મુલાકાત કરીને તેનો સંપર્ક કરે તો ચોક્કસપણે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં (Jenny Thumar Position in Congress) જેની ઠુમરની વરણીનો લાભ કોંગ્રેસને પરિણામોમાં મળી શકે છે.