- ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક થવાનો મામલો
- આપના અગ્રણી પ્રવીણ રામે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
- પેપર લીકમાં સામેલ તમામ લોકોને આકરી સજા થાય તેવી કરી માંગ
જૂનાગઢઃ ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા ગત રવિવારે વહીવટી કર્મચારીની રાજ્યના વિવિધ વિભાગોમાં ભરતી કરવા માટેની પરીક્ષાનું (Head clerk examination paper leak)આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા શરૂ થાય તે પૂર્વે જ પરીક્ષામાં આપવામાં આવેલું પ્રશ્નપત્ર ઉત્તર ગુજરાતમાં લીક (Exam Paper Leak In Gujarat) થયું હોવાનું આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ કરીને ચકચાર મચાવી દીધી હતી. પેપર લીક મામલે હવે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓ શંકાના દાયરામાં જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં પરીક્ષા માટે તનતોડ મહેનત કરતા વિદ્યાર્થીઓને નુકસાન ન જાય અને પેપર લીક કરનાર તમામ આરોપીને કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર (Junagadh Collector Memorandum) આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આપ (AAP Junagadh Protest)નેતા પ્રવીણ રામ દ્વારા આપવામાં આવ્યું હતું.
ગૌણ સેવા આયોગના અધ્યક્ષને દૂર કરવા માગણી