લોકડાઉનમાંથી છૂટ બાદ પણ આ દુકાનો હજી પણ બંધ છેઃ ભવનાથની બજારો બંધ હોવાનું કારણ જાણો - ભવનાથ બજાર
ગ્રીન ઝોનમાં આવતા જૂનાગઢમાં ચોથા તબક્કાના lock downમાં મોટાભાગના વ્યવસાયિક અને વેપારી સંસ્થાનોને ખુલ્લાં રાખવાની મંજૂરી આપ આપવામાં આવી છે. તેમ છતાં જૂનાગઢના ભવનાથની ગિરી તળેટીમાં આવેલી દુકાનો હજુ સુધી શરૂ થયેલી જોવા મળતી નથી.
lock downમાંથી છૂટ બાદ પણ આ દુકાનો હજુય બંધ છેઃ ભવનાથની બજારો બંધ હોવાનું કારણ જાણો
જૂનાગઢઃ કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં lock down જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ ત્રણ તબક્કામાં lock downમાં આંશિક છૂટછાટો અને તે પણ જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણ માટે આપવામાં આવી હતી. ત્યારબાદ અમલમાં આવેલા ચોથા તબક્કાના lock downમાં મોટાભાગના વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો અને વ્યાપારિક સંકુલોને સવારના 8 થી બપોરના ચાર સુધી શરતી મંજૂરી આપવામાં આવી છે પરંતુ હજુ સુધી જૂનાગઢની ગિરી તળેટીમાં આવેલી એક પણ દુકાનો ખુલ્લી જોવા મળતી નથી.