ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ જિલ્લાનાં અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો સાથે ETV Bharat ની ખાસ વાતચીત...

જૂનાગઢ જિલ્લાનાં અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો સાથે ETV Bharat એ આજે મુલાકાત કરી હતી. જેમાં ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી, કૃષિ જણસનાં ભાવ અને સરકાર દ્વારા જે રાહત પેકેજ આપવામાં આવ્યું છે તે બાબત પર ખેડૂતોનાં મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ખેડૂતો તરફથી જાણવાં મળ્યું હતું કે, તેઓ રાજ્ય અને કેન્દ્ર બને સરકારથી નારાજ છે. તેઓએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતલક્ષી જે નીતિઓ બનાવી રહી છે તે ખેડૂતો માટે નુકસાનકારક છે અને ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરવા માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર કામ કરતી હોય તેવો આક્ષેપો લગાવ્યા હતાં.

જૂનાગઢ જિલ્લાનાં અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો સાથે ETV Bharat ની ખાસ વાતચીત...
જૂનાગઢ જિલ્લાનાં અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો સાથે ETV Bharat ની ખાસ વાતચીત...

By

Published : Oct 28, 2021, 6:08 PM IST

  • ખેડૂતોને સમયસર વીજળી પણ નથી મળી રહી
  • ખેડૂતો રાજ્ય અને કેન્દ્ર બંને સરકારથી નારાજ
  • નુકસાનીનું વળતર આપે તેવી માંગ કરાઇ

જૂનાગઢ : અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો સાથે ETV Bharat એ વાતચીત કરી હતી. જેમાં ખેડૂતો એ જણાવ્યું હતું કે, ખેત પેદાશોના યોગ્ય અને પોષણક્ષમ ભાવો આજે પણ નથી મળી રહ્યા. તેમજ સતત ડીઝલનાં ભાવમાં વધારો થવાનાં કારણે ખેતી કરવી પણ વધું મુશ્કેલ બની રહી છે અને સમયસર વીજળી પણ નથી મળી રહી. ટેકાનો ભાવ પણ ખેડૂતોને આજે પૂરતા નથી મળી રહ્યા. ખેડૂતો રાજ્ય અને કેન્દ્ર સરકારની કૃષિલક્ષી નીતિઓનો વિરોધ કરી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાનાં અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો સાથે ETV Bharat ની ખાસ વાતચીત...

નુકસાનીનું વળતર આપે તેવી માંગ કરાઇ

ખેડૂતોની ચિંતા રાજ્ય અને કેન્દ્રની સરકારની ચિંતા બનવી જોઇએ પરંતુ બંને સરકારો જગતના તાત પર જાણે કે આફત ઉપર ઉજવણી કરતાં હોય તે પ્રકારે ખેડૂતોને નુકસાન થાય તે મુજબની નીતિ બનાવી રહી છે. જેના કારણે ખેડૂતો દિન પ્રતિદિન પાઈમાલ થતો જાય છે આવી પરિસ્થિતિમાં જૂનાગઢ જિલ્લાનાં ખેડૂતો હવે ઉગ્ર રોષ અને આક્રોશ સાથે કેન્દ્ર અને રાજ્યની સરકારની સામે માંગ કરી રહ્યાં છે. બન્ને સરકારો યોગ્ય સમયે જરૂરિયાત મુજબ અને પૂરતું નુકસાનીનું વળતર આપે તેવી માંગ પણ કરી છે.

માત્ર ૩૬ હજાર રૂપિયાની જ સહાયની ચૂકવણી કરાઇ

જૂનાગઢ જિલ્લાના તાલુકાઓને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરીને રાજ્ય સરકારે નુકસાનીનું વળતર જાહેર કર્યું છે. જેમાં બે એકરની મર્યાદામાં ખેડૂતોને નુકસાનીનું ચુકવણું કરવાની પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં પણ જૂનાગઢ જિલ્લાનાં ખેડૂતની મજાક બનાવવામાં આવી છે માત્ર ૩૬ હજાર રૂપિયાની જ સહાય આપવામાં આવી છે. અતિભારે વરસાદ થવાને કારણે ચોમાસું પાકોના ઉતારમાં ઓટ આવી છે અને ખાસ કરીને મગફળીની ગુણવત્તા પણ નબળી છે આવી પરિસ્થિતિમાં સારા બજારભાવો મળવાની શક્યતાઓ ખેડૂતો પણ હાલના સમયે જોઈ રહ્યા નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર જગતનાં તાતને સાચા અર્થમાં સહાય કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ટેકાનાં ભાવમાં વધારો કરે તેવી માંગ

રાજ્ય સરકાર આગામી સમયથી ટેકાના ભાવે મગફળી સહિત ચોમાસુ પાકોની ખરીદી કરવા જઈ રહ્યું છે. ત્યારે પ્રતિ ૨૦ કિલો મગફળીનાં રાજ્ય સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા છે તેની સરખામણીએ આ વર્ષે ખુલ્લી બજારમાં 20 કિલો મગફળીના ભાવ વધુ મળી રહ્યા છે. સરકારનો આ ટેકો ખુલ્લી બજારનાં બજાર ભાવ કરતાં નીચો જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લાનાં ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ ટેકાનાં ભાવમાં વધારો કરીને મગફળી સહિત ચોમાસુ કૃષિપાકોની રાજ્ય સરકાર ખરીદી કરે તેવી કરી છે.

આ પણ વાંચો : 3 અઠવાડિયા પછી મન્નતના રાજકુમાર આર્યન ખાનને મળ્યા શરતી જામીન

આ પણ વાંચો : રાજકોટમાં યાજ્ઞિક રોડ પર ધનરજની બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોએ 7 લોકોને હેમખેમ બહાર કાઢ્યા

ABOUT THE AUTHOR

...view details