કેશોદ રોગચાળાના ભરડામાં, દર્દીઓથી દવાખાના ઉભરાયા - junagadh health news
જુનાગઢ: કેશોદ તાલુકો રોગચાળાના ભરડામાં સપડાયો છે. કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે. સૌથી વધુ શરદી, ઉધરસ, તાવ, અને ઉલ્ટીના કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં દરરોજ પાંચસોથી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. શહેરી વિસ્તારમાં કચરાના ઢગલા હોવાથી નગરપાલિકાની બેદરકારી સામે આવી છે.
![કેશોદ રોગચાળાના ભરડામાં, દર્દીઓથી દવાખાના ઉભરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4792592-thumbnail-3x2-final.jpg)
epidemiology in junagadh
ચોમાસાની ઋતુ પુરી થતા જ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે, ત્યારે કેશોદ શહેરમાં સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ વધી રહી છે. દવાખાનાઓમાં લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા દશ મહીનામાં ખાનગી હોસ્પિટલોમાં 52 શંકાસ્પદ ડેંગ્યુના કેસ નોંધાયા છે. સરકારી ચોપડે ડેંગ્યુના ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા છે.
દવાખાનાઓમાં લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે