- નવરાત્રિની મંજૂરી મળતા સ્થાનિક કારીગરોમાં ઉત્સાહ
- માતાજીના શણગાર થકી રોજગારી મેળવતા કારીગરોમાં નવી આશાનો સંચાર
- બે વર્ષ સુધી ઠપ્પ થયેલા ધંધા-રોજગાર આ વર્ષે શરૂ થવાની આશા
જૂનાગઢ- કોરોનાનું સંક્રમણ સતત ઘટતા રાજ્ય સરકારે નવરાત્રીના તહેવારની ઉજવણીને લઈને દિશાનિર્દેશો સાથે છૂટછાટ આપી છે. સરકારે આગામી નવરાત્રીના નવ દિવસ દરમિયાન પ્રાચીન અને શહેરી ગરબા ઉજવવાની મંજૂરી આપી છે. જેને લઇને નવરાત્રીના તહેવારોમાં સ્થાનિક કાર્યકરો દ્વારા રોજગારીના નવા આયામો ખુલશે, તેવી આશાનો સંચય થતો જોવા મળી રહ્યો છે.
બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીની ઉજવણી થઇ ન હતી
પાછલા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે નવરાત્રીનું આયોજન શક્ય બનતુ ન હતું. હવે જ્યારે આ વર્ષે સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે નવરાત્રિના તહેવારની ઉજવણી કરવાને લઈને મંજૂરી આપતાં સ્થાનિક રોજગારી મેળવતા કારીગરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોરોનાના કારણે સ્થાનિક કારીગરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા
રાજ્ય સરકારે નવરાત્રીની મંજૂરી આપી છે, જેને લઇને હવે નવરાત્રીના તહેવાર દરમિયાન હારતોરા અને માતાજીના શણગારની વિવિધ ચીજ વસ્તુઓનો સ્થાનિક સ્તરે નિર્માણ કરીને રોજગારી મેળવતા કારીગરોમાં આશાનો સંચાર થતો જોવા મળી રહ્યો છે. પાછલા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે નવરાત્રીના તહેવારનું તમામ પ્રકારનું આયોજન સરકારે રદ કર્યું હતું. જેના કારણે જૂનાગઢના સ્થાનિક કારીગરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
નવરાત્રીની મંજૂરી મળતા કારીગરો માતાજીનો શણગાર બનાવવામાં વ્યસ્ત રોજગારી પૂર્વવત થવાના કારણે કારીગરો ખુશખુશાલ
કારીગરો પાંચ રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીના હારતોરા અને માતાજીના વિવિધ શણગારનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરીને વેચાણ કરી રોજગારી મેળવી રહ્યા હતા. જે અત્યારે ખૂબ ચિંતામાં મુકાયા હતા, પરંતુ રાજ્ય સરકારે ચાલુ વર્ષે નવરાત્રીના તહેવારની ઉજવણી કરવાની મંજૂરી આપતા હવે આ સ્થાનિક કલાકારો ફરી એક વખત રોજગારી પૂર્વવત થવાના કારણે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો-ગણેશ ઉત્સવને લઇ કારીગરો બન્યા મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત
આ પણ વાંચો-એક તો મહામારી'ને બીજી મંદી સામે ઝઝૂમી રહેલાં મંદિરો બનાવતાં કારીગરો...