- ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે જૂનાગઢમાં ફરી એક વખત શરૂ થયું રસીકરણ
- જૂનાગઢના સૌથી જૂના રેડક્રોસ હોલમાં મોટી સંખ્યામાં રસી માટે લોકોએ દર્શાવી પહેલ
- સમય વહેતા રસીકરણને લઈને ફેલાયેલી અફવા અને ગેરમાન્યતા દૂર થતાં રસીકરણ બન્યું ઝડપી
જૂનાગઢ: પાછલા ત્રણ દિવસથી બંધ રહેલું કોરોના રસીકરણ આજે ફરી એક વખત શરું થયેલા Vaccinationને લઈને લોકોએ ખૂબ સારો પ્રતિભાવ દર્શાવ્યો છે. ત્રણ દિવસ સુધી બંધ રહ્યા બાદ આજે વહેલી સવારે જૂનાગઢના રેડક્રોસ હોલમાં મોટી સંખ્યામાં લોકો રસીકરણ માટે આગળ આવી રહ્યા છે આજથી બે ત્રણ મહિના અગાઉ રસીકરણને લઈને લોકોમાં થોડી ગેરસમજણ જોવા મળી હતી જે હવે સમય રહેતા દૂર થઈ રહી છે અને લોકો રસીકરણ માટે સ્વૈચ્છિક રીતે આગળ આવી રહ્યાં છે.
Vaccination પૈકીના કેટલાક લોકોને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યાં છે. 18 વર્ષ કે તેથી વધુ વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાં હવે ધીમે ધીમે વેગ મળતો જોવા મળી રહ્યો છે. લોકો રસીકરણ કરવાને લઈને સ્વયંભૂ ઉત્સાહ દેખાડી રહ્યાં છે. ખાસ કરીને મહિલાઓ પણ હવે રસીકરણને લઈને નિશ્ચિંત બનતી જોવા મળી રહી છે અને તમામ રસીકરણ કેન્દ્રમાં મહિલાઓની હાજરી પણ સવિશેષ જોવા મળી રહી છે