ગુજરાત

gujarat

ETV Bharat / city

Egg And Non Veg Stall In Junagadh: હાઇકોર્ટના આકરા વલણ બાદ આગામી દિવસોમાં કૉર્પોરેશન જાહેરનામામાં કરી શકે છે ફેરફાર - ગુજરાતમાં માંસ અને ઈંડાના સ્ટોલ

જાહેર રસ્તાઓ પરથી ઈંડાની લારીઓ અને નોનવેજ (egg and non veg stall in ahmedabad)ની લારીઓ હટાવવાના અમદાવાદ મનપા (ahmedabad municipal corporation) ના નિર્ણય પર ગુજરાત હાઈકોર્ટે તીખું વલણ અપનાન્યું છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, લોકો ઘરની બહાર નીકળીને શું ખાશે તે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ahmedabad municipal corporation non veg stall) કઈ રીતે નક્કી કરી શકે? હાઈકોર્ટના આકરા વલણ બાદ જૂનાગઢ મહાનગરપાલિકા પણ ઈંડા અને માંસાહાર (Egg And Non Veg Stall In Junagadh)ની લારીઓ હટાવવા મુદ્દે અંતિમ નિર્ણય લઈ શકે છે.

Egg And Non Veg Stall In Junagadh: હાઇકોર્ટના આકરા વલણ બાદ આગામી દિવસોમાં કૉર્પોરેશન જાહેરનામામાં કરી શકે છે ફેરફાર
Egg And Non Veg Stall In Junagadh: હાઇકોર્ટના આકરા વલણ બાદ આગામી દિવસોમાં કૉર્પોરેશન જાહેરનામામાં કરી શકે છે ફેરફાર

By

Published : Dec 10, 2021, 3:34 PM IST

  • માંસાહાર-ઈંડાંની લારી પર ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ
  • હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનની કાઢી ઝાટકણી
  • જૂનાગઢ મનપા પણ તેના પરિપત્રને લઈને કરી શકે છે કોઈ અંતિમ ફેરફાર

જૂનાગઢ: અમદાવાદ મહાનગરના જાહેર માર્ગો પરથી માંસાહાર અને ઈંડાની લારીઓ (egg and non veg stall in ahmedabad) દૂર કરવાને લઈને રાજ્યની વડી અદાલતે (gujarat high court on non veg stalls) મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરી ઝાટકણી કાઢી છે. સમગ્ર મામલાને લઈને જૂનાગઢ મનપા (jungadh municipal corporation)એ પણ શહેરના માર્ગો પરથી ઈંડા તેમજ અન્ય માંસાહારી ખાદ્ય ચીજ વસ્તુઓની લારીઓને દૂર કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. અમદાવાદ કોર્પોરેશન (ahmedabad municipal corporation on non veg stalls) પર ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ બાદ જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ઈંડા અને માંસાહારની લારીને લઇને કોઈ નવો પરિપત્ર (junagadh circular for non veg selling in public places) બહાર પડે તે અંગે આગામી દિવસોમાં મનપાના સત્તાધીશો દ્વારા કોઇ અંતિમ નિર્ણય કરવામાં આવશે.

લોકો શું ખાશે તે મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતે નક્કી કરે?

નોનવેજ લારીઓ હટાવવાને લઇને જૂનાગઢના લારીચાલકો અને કોર્પોરેશનના સત્તાધીશો વચ્ચે હોબાળો થયો હતો.

રાજ્યની વડી અદાલત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરમાં માંસાહાર અને ઈંડાની લારીઓ હટાવવાને લઈને આકરી ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટકોર કરી હતી કે, લોકો ઘરની બહાર નીકળીને શું ખાશે તે મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતે નક્કી કરે? હાઇકોર્ટના આકરા વલણ બાદ રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા પણ જાહેર માર્ગો પરથી માંસાહાર અને ઈંડાની લારીઓ (meat and egg stalls in gujarat) દૂર કરવાને લઈને ગત તારીખ 12 નવેમ્બરના દિવસે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.

લારીચાલકો અને સત્તાધીશો વચ્ચે હોબાળો થયો હતો

તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરના જાહેર માર્ગો પરથી ઈંડા-માંસાહાર (Egg And Non Veg Stall In Junagadh) અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી લારીઓને દૂર કરવામાં આવશે જેને લઇને જૂનાગઢના લારીચાલકો અને કોર્પોરેશનના સત્તાધીશો વચ્ચે હોબાળો થઈ જવા પામ્યો હતો. હાઇકોર્ટના આકરા વલણ બાદ જૂનાગઢ મનપા પણ કોર્ટના દિશાનિર્દેશોનો અભ્યાસ કરીને જાહેરનામામાં સુધારો કરી શકે છે. રાજ્યની હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર જે આકરું વલણ દાખવ્યું છે તેને લઈને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશિયાએ Etv ભારત સમક્ષ ટેલિફોનિક વાતચીત કરી હતી.

12 નવેમ્બરના જૂનાગઢ મનપાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું

12મી નવેમ્બરના દિવસે જૂનાગઢ મનપાએ શહેરના માર્ગો પરથી ઈંડા-માંસાહાર અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા લારીધારકોને દૂર કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની વડી અદાલતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે દિશા-નિર્દેશો આપ્યા છે તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જૂનાગઢ મહાનગરમાં માંસાહારી ઈંડા અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓની લારીઓને હટાવવાને લઈને કોર્પોરેશન ફરી એક વખત નિર્ણય કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 12મી નવેમ્બરના દિવસે જૂનાગઢ મનપાએ શહેરના માર્ગો પરથી ઈંડા-માંસાહાર અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા લારીધારકોને દૂર કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.

લારીધારકોની વ્હારે આવેલા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકીની પ્રતિક્રિયા

જૂનાગઢ મનપા દ્વારા શહેરમાંથી ઈંડા માંસાહાર અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓની લારીને દૂર કરવાનું જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું તેને લઈને લારી ધારકોની વહારે આવેલા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને અગ્રણી રાજુ સોલંકી (former corporator and leader of the Congress raju solanki)એ Etv ભારત સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, "ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને અમે આવકારીએ છીએ. લોકોને રોજીરોટી મળે તે માટે કોર્પોરેશને વ્યવસ્થા કરવી જોઈએ. લોકો સ્વરોજગારી મેળવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં કોર્પોરેશને માનવતાના ધોરણે પણ કામ કરવું જોઈએ.અચાનક તાનમાં આવી ગયેલી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને લારી ધારકોને હટાવવાની કામગીરી શરૂ કરતાં લારી ધારકો અને કોર્પોરેશનના સત્તાધીશો વચ્ચે ઉગ્ર વાતાવરણ પણ સર્જાયું હતું, ત્યારબાદ લારીધારકોના મક્કમ મનોબળને કારણે જૂનાગઢ કોર્પોરેશનના સત્તાધીશોએ લારીધારકો વિરુદ્ધ કામગીરી પર બ્રેક લગાવી દીધી હતી. હવે જ્યારે રાજ્યની વડી અદાલત અમદાવાદ કોર્પોરેશન પર આકરી બની છે, તેમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન કંઈક શીખે અને જે લોકો સ્વરોજગારી મેળવી રહ્યા છે તેમને પરેશાન કરવાનું બંધ કરે."

આ પણ વાંચો: અમદાવાદ મનપાને હાઈકોર્ટનો સવાલ: લોકો ઘરની બહાર નીકળીને શું ખાશે તે હવે શું કોર્પોરેશન કરશે નક્કી?

આ પણ વાંચો: Gujarat University Program:ગુજરાત યુનિવર્સિટી સિંહ ગર્જના કાર્યક્રમનો NSUI દ્વારા કાર્યક્રમનો વિરોધ

ABOUT THE AUTHOR

...view details