ગુજરાત

gujarat

ETV Bharat / city

જગ જૂની સોરઠ અને ગઢ જુનો ગિરનાર: વહેલી સવારે ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય થયું કેમેરામાં કેદ - શિયાળાની ઋતુ

વહેલી સવારનો સૂર્ય જાણે કે ગિરનાર અને તેની સુંદરતામાં (natural beauty of Girnar) વધારો કરી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સૌંદર્યથી ભરેલો ગિરનાર (beauty of Girnar captured on camera) વહેલી સવારના સૂર્યના કોમળ કિરણોથી જાણે કે નવપલ્લિત અને ઝળહળતો બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ ગિરનારના આ દ્રશ્યો સૌ કોઈને કુદરતની કોમળતાના દર્શન કરાવી જાય છે.

જગ જૂની સોરઠ અને ગઢ જુનો ગિરનાર: વહેલી સવારે ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય થયું કેમેરામાં કેદ
જગ જૂની સોરઠ અને ગઢ જુનો ગિરનાર: વહેલી સવારે ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય થયું કેમેરામાં કેદ

By

Published : Feb 10, 2022, 6:22 PM IST

ગિરનાર:વહેલી સવારનો ઉગી રહેલો સૂર્ય પોતાનું કોમળ અજવાળું ગિરનાર (natural beauty of Girnar) પર પાથરી રહ્યો છે, આવા સમયે વાદળ પણ જાણે કે ગીરનારને આલિંગન આપવા માટે ઉતાવળા બન્યાં હોય તે પ્રકારે ગિરનારને સ્પર્શીને આગળ જતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારનો કુદરતી નજારો ગિરનાર પર્વત પર અને ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન વિશેષ જોવા મળતો હોય છે, જેને કારણે ગિરનાર આજે પણ કવિથી લઇને સાહિત્યકારોની નજરમાં એક આદર્શ દૃષ્ટાંત પૂરું પાડી રહ્યો છે.

જગ જૂની સોરઠ અને ગઢ જુનો ગિરનાર

આ પણ વાંચો:મહિસાગરમાં આવેલો સાતકુંડા ધોધ જીવંત થતા પ્રાકૃતિક સૌદર્યથી ખીલી ઉઠ્યુ

જગ જૂની સોરઠ અને ગઢ જુનો ગિરનાર

જગ જૂની સોરઠ અને ગઢ જુનો ગિરનાર એના સાવજડા સેંજળ પીએ જેનાં નમણાં નર ને નાર સાહિત્યકારોની આ રચના ગિરનારના પ્રાકૃતિક સૌંદર્યને આજે પણ વાચાળ બનાવી રહ્યા છે. ગિરનારની સુંદરતાને લઈને કવિ અને સાહિત્યકારોની કલમે ગિરનારનું આવું સુંદર અને અદભુત લેખન કલમ દ્વારા થયું હશે. આવા જ દ્રશ્યો કવિ અને સાહિત્યકારોને ગિરનાર તરફ આજે પણ ખેંચી લાવે છે, ત્યારે આજે વહેલી સવારના દ્રશ્યો ગિરનારના એક પર્વતારોહીને (beauty of Girnar captured on camera) પ્રાપ્ત થયા છે. કુદરતનું આ અદ્ભુત કહી શકાય તેવુ સ્મરણ પ્રવાસીએ પોતાના મોબાઇલ કેમેરામાં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કેદ કરી લીધુ હતું.

આ પણ વાંચો:સતત વરસાદના પગલે ઈડરિયો ગઢ સૌંદર્યની પ્રતિકૃતિ બન્યો

ABOUT THE AUTHOR

...view details