ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના કારણે જૂનાગઢમાં હનુમાન જ્યંતીની ઉજવણી સાદગીથી કરાઇ

કોરોનાનો કહેર હવે ધાર્મિક તહેવારો પર પણ જોવા મળી રહ્યો છે. રામનવમી તહેવારની ઉજવણી કોરોના વાઇરસના કારણે રદ કરવામાં આવી હતી, ત્યારે જૂનાગઢ સ્થિત લંબે હનુમાન મંદિરે પણ હનુમાન જયંતીની ઉજવણી બિલકુલ સાદગી સભર વાતાવરણમાં કરવામાં આવી હતી.

ETV BHARAT
કોરોનાના કારણે જૂનાગઢમાં હનુમાન જ્યંતીની ઉજવણી સાદગીથી કરાય

By

Published : Apr 8, 2020, 3:47 PM IST

જૂનાગઢઃ કોરોના વાઇરસ વિશ્વ મહામારી બની ગયો છે. જેને લઇને તમામ લોકો ચિંતિત જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિમાં હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વના ગણાતા ચૈત્રી નવરાત્રી રામ નવમી અને હનુમાન જયંતીની ઉજવણી પણ કોરોના વાઇરસને કારણે બિલકુલ રદ કરી દેવામાં આવી છે. પહેલા નવરાત્રી બાદ રામ નવમી અને બુધવારે હનુમાન જયંતીની ઉજવણી બિલકુલ સાદગીથી મંદિરના બંધ કપાટની વચ્ચે કરવામાં આવી હતી.

કોરોનાના કારણે જૂનાગઢમાં હનુમાન જ્યંતીની ઉજવણી સાદગીથી કરાય

બુધવારે જૂનાગઢના ભવનાથ સ્થિત અને આદિ-અનાદિ કાળથી બિરાજતા લંબે હનુમાન મહારાજની બંધ કપાટે આરતી ઉતારવામાં આવી હતી. જે પ્રકારે કોરોના વાઇરસ ગંભીર બની રહ્યો છે, તેને ધ્યાને રાખીને સમગ્ર દેશના તમામ મંદિરો બંધ કરવામાં આવ્યા છે. જેથી હનુમાન જયંતી જેવા પાવન પ્રસંગે માત્ર પૂજારીની હાજરી વચ્ચે કષ્ટભંજન દેવની મહાઆરતી કરવામાં આવી હતી અને સમગ્ર વિશ્વને કોરોના જેવી મહામારીમાંથી હનુમાનજી મહારાજ મુક્તિ અપાવે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details