ગુજરાત

gujarat

ETV Bharat / city

GST on Food Item : લઘુ ઉદ્યોગમાં GST લાગતા લોકોએ કરી સરકાર સામે લાલ આંખ - GST on Food Items

કેન્દ્રીય સરકાર દ્વારા તાજેતરમાં જ GSTના નવા (Jaggery GST) દરો જાહેર કર્યા છે. તે મુજબ જીવન જરૂરી અને કેટલીક ખાદ્ય ચીજ વસ્તુઓ પર GSTનો નવો દર અમલી બનવા જઈ રહ્યો છે, ત્યારે ગીર વિસ્તારમાં (GST on Food Item) શેરડીની ખેતી કરી ગોળનું ઉત્પાદન કરતા ખેડૂતો GSTના દાયરામાં આવતા સરકારનો વિરોધ કરી રહ્યા છે.

GST on Food Item : લઘુ ઉદ્યોગમાં GST લાગતા લોકોએ કરી સરકાર સામે લાલ આંખ
GST on Food Item : લઘુ ઉદ્યોગમાં GST લાગતા લોકોએ કરી સરકાર સામે લાલ આંખ

By

Published : Jul 22, 2022, 1:42 PM IST

જૂનાગઢ : તાજેતરમાં સરકાર દ્વારા GSTના નવા દરો જાહેર કરાયા છે તે મુજબ મોટાભાગની જીવન જરૂરી અને કેટલીક ખાદ્ય ચીજ વસ્તુઓને (GST on Food Items) નવા દરમાં સામેલ કરાય છે. જે પૈકીના એક ખાદ્ય સામગ્રી એટલે ગોળ સરકારે ગોળને (Jaggery GST) પણ GSTમાં આવરી લીધો છે, મળતી માહિતી મુજબ પ્રત્યેક ગોળ ઉત્પાદન કરતા નાના અને મધ્યમ કદના ખેડૂતોને ત્રણ લાખ રૂપિયાના ગોળના ઉત્પાદન પર અંદાજે 20 હજારથી લઈને 30 હજાર સુધીનો ટેક્સ ભરવો પડશે. ત્યારે ગોળનું ઉત્પાદન અને શેરડીની ખેતી (Govt Opposition to GST) કરતા ખેડૂતો સરકારના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે અને વધેલા GST દર પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે.

લઘુ ઉદ્યોગમાં GST લાગતા લોકોએ કરી સરકાર સામે લાલ આંખ

આ પણ વાંચો :મોંઘવારીની માર: GSTના નવા દર લાગુ થતા આ વસ્તુઓ થઈ મોંઘી

ખેડૂતો નાખુશ - ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેન્દ્રીય સરકારે નવા GSTના જે દરો લાગુ કર્યા છે. તેમાં ગોળનો પણ સમાવેશ કરાયો છે. ગોળ દૈનિક જીવનનો અને ગરીબ વર્ગને ખાવામાં આવતી ઉપયોગી ચીજ છે. તેના પર સરકારે લાદેલો GSTનો દર અયોગ્ય છે. વધુમાં સરકારે લગાવેલો GSTનો (Jaggery Production in Gujarat) નવો દર ગોળના ભાવ વધારાને પણ પેટ્રોલ પૂરું પાડશે. તેની વિપરીત અસર ગરીબ અને મધ્યમ વર્ગના ઉપભોક્તાઓ (Cultivation of Sugarcane) પર પણ પડી શકે છે. તેને લઈને વધેલો GST દર તાકિદે પરત લેવામાં આવે તેવી ગોળનું ઉત્પાદન કરતા ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ખાદ્ય ચીજ વસ્તુ

આ પણ વાંચો :મોદી સરકારના શાસનમાં દેશમાં ઔદ્યોગિક વૃદ્ધિ થઈ, કોરોનામાં 4 ટ્રિલિયન ડોલરના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી: કનુ દેસાઈ

અતિ વર્ષ પાંચ લાખ ટન શેરડીનું થાય છે ઉત્પાદન -ચોમાસા દરમિયાન ગીર વિસ્તારમાં ખાસ કરીને તાલાલા, કોડીનાર અને ઉના પંથકમાં બીજા રોકડિયા પાક તરીકે શેરડીના વાવેતરમાં પ્રતિ વર્ષ પાંચ લાખ ટન કરતાં પણ વધુ ઉત્પાદન થાય છે. આ વિસ્તારમાં વર્ષો પૂર્વે ખાંડ બનાવવાની કંપનીઓ કાર્યરત હતી, પરંતુ પ્રથમ ઉના ત્યારબાદ તાલાલા અને છેલ્લે કોડીનારમાં આવેલી ખાંડ ઉત્પાદન કરતી ફેક્ટરી બંધ થઈ છે. જેને કારણે ખેડૂતો હવે સ્થાનિક કક્ષાએ શેરડીમાંથી ગોળ બનાવીને આર્થિક વળતર મેળવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જેને કારણે ગોળનો ભાવ વધશે, વધેલો ટેક્સ અંતિમ સ્વરૂપે ખરીદનાર ઉપભોક્તા પર લાદવામાં આવતો હોય છે. તેને કારણે મોંઘવારીને વેગ મળશે. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્યની સરકારો ગોળ પર લાદવામાં આવેલો GSTનો નવો દર તાકિદે પરત ખેંચે તેવી માંગ પણ કરી રહ્યા છે.

ખાદ્ય ચીજ વસ્તુ

ABOUT THE AUTHOR

...view details