- ધોબી અને ઈસ્ત્રીકામનો વ્યવસાય કોરોના સંક્રમણમાં ફસાયો મહામંદીમાં
- પાછલા એક વર્ષથી કોરોના સંક્રમણને કારણે જોવા મળી રહ્યો છે 70 ટકા જેટલો ઘટાડો
- લગ્નસરા અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવતાં પારંપરિક વ્યવસાય સપડાયા મહામંદીમાં
જૂનાગઢ:કોરોના સંક્રમણને કારણે ધોબી અને ઈસ્ત્રીનું કામ કરતા નાના વ્યવસાયકારો ખૂબ મુશ્કેલીમાં જોવા મળી રહ્યાં છે. પાછલા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના સંક્રમણને કારણે ધોબી અને ઈસ્ત્રીનું કામ 70 ટકા જેટલું ઘટેલું જોવા મળી રહ્યું છે. ધોબી કપડાંને ઇસ્ત્રી કરવાનું કામ પારંપરિક વ્યવસાય માનવામાં આવે છે. આવી પરિસ્થિતિની વચ્ચે પાછલા એક વર્ષ કરતા વધુ સમયથી આ વ્યવસાય સાથે જોડાયેલા નાના ઉદ્યોગકારો હવે પોતાના વ્યવસાયને બચાવવા માટે સંકટભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યાં છે.
સરકાર પાસે મદદની અપેક્ષા
કોરોના સંક્રમણને કારણે કપડાં ધોવાનું અને તેને ઈસ્ત્રી કરવાનો પારંપરિક વ્યવસાય આજે ધીમે ધીમે મરણ પથારી તરફ સરકી ગયેલો જોવા મળી રહ્યો છે .કોરોના કાળમાં ધોબીનું કામ ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યું છે. સંક્રમિત વ્યક્તિઓના કપડાં પણ ધોવા માટે આવી જતા હોય છે. આવા વિપરીત સમયની વચ્ચે પણ ધોબી અને કપડાંને ઈસ્ત્રી કરવાના વ્યવસાય મહામંદી તરફ આગળ વધી રહ્યો છે જેને ઉગારવા માટે પારંપરિક વ્યવસાય સાથે જોડાયેલા લોકો સરકાર તરફથી આશાની મીટ માંડતા જોવા મળી રહ્યાં છે.