ગુજરાત

gujarat

ETV Bharat / city

પાંડવકાળમાં મધ્યગીરની વચ્ચે ગુરુ દ્રોણાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલું દ્રોણેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર - Shiva devotees

મધ્યગીરમાં આવેલું અને અંદાજીત 500 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક આ મંદિર પાંડવોના વનવાસ કાળ દરમિયાન ગુરુ દ્રોણાચાર્ય દ્વારા મહાદેવની સ્થાપના કરી હોવાની ધાર્મિક માન્યતા છે. દ્રોણેશ્વર મહાદેવ શિવ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી રહ્યા છે.

દ્રોણેશ્વર મહાદેવ મંદિર
દ્રોણેશ્વર મહાદેવ મંદિર

By

Published : Aug 22, 2021, 7:04 AM IST

  • ગુરુ દ્રોણાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલું દ્રોણેશ્વર મહાદેવ મંદિર
  • ગંગા દ્વારા સતત 24 કલાક દ્રોણેશ્વર મહાદેવ પર થઈ રહ્યો છે જળાભિષેક
  • દ્રોણેશ્વર મહાદેવ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બન્યા છે

જૂનાગઢ:ગીરની મધ્યમાં દ્રોણેશ્વર નજીક આવેલા ઋષિતોયા નદીના કાંઠે ગુરુ દ્રોણાચાર્ય દ્વારા પાંડવોના વનવાસ કાળ દરમિયાન સ્થાપિત દ્રોણેશ્વર મહાદેવ પર ખુદ માં ગંગા પણ સતત 24 કલાક અવિરતપણે મહાદેવ પર પાંચ હજાર વર્ષથી જળાભિષેક કરી રહ્યા છે. પાંડવોના વનવાસ દરમિયાન અહીંના જંગલોમાં કોઈ શિવ મંદિર નહિ હોવાના કારણે ગુરુ દ્રોણાચાર્ય દ્વારા શિવ પૂજા માટે અહીં શિવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

દ્રોણેશ્વર મહાદેવ મંદિર

આ પણ વાંચો- શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?

શિવ ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપે છે

આ મંદિરને દ્રોણેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ઋષિતોય નદીના કાંઠે સ્થાપિત મંદિરમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપે છે.

ગુરુ દ્રોણેશ્વર દ્વારા અહીં શિવની સ્થાપના કરવામાં આવી

આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન વિહાર કરી રહ્યા હતા, તે દરમિયાન દ્રોણેશ્વર નજીક આવેલા જંગલોમાં કોઈ શિવ મંદિર નહિ હોવાના કારણે શિવ પૂજા બાદ ભોજન ગ્રહણ કરવાની ટેકને કારણે ગુરુ દ્રોણેશ્વર દ્વારા અહીં શિવની સ્થાપના કરવામાં આવી.

દ્રોણેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર

આ પણ વાંચો- આજે જેઠ મહિનાનું સોમ પ્રદોષ વ્રત

આ નદીને મછુન્દ્રી નદી તરીકે ઓળખવામાં આવે છે

શિવના જળાભિષેક માટે કોઈ પ્રવાહીત નદી નહિ હોવાના કારણે ઋષિઓ દ્વારા બ્રહ્માને વિનવણી કરવામાં આવતા બ્રહ્મા દ્વારા ગંગા, યમુના, સરસ્વતી, ચંદ્રપ્રભા, સરયૂ, તાપી, ગોદાવરી, દીક્ષા અને ચરણવતી નદીને પૃથ્વી પર પ્રગટ થવાનો આદેશ કરવામાં આવતા તમામ નદીઓનું અવતરણ પૃથ્વી પર થયું હતું. પ્રથમ ઋષિઓ દ્વારા આ તમામ નદીઓને કમંડળમાં ઉતારવામાં આવી જેથી તેને ઋષિતોયા નદી તરીખે ઓળખવામાં આવી હતી. ત્યારબાદ આ તમામ નદીઓનું પૃથ્વી પર મછીન્દ્રીનાથ ઋષિ દ્વારા અવતરણ કરાવવામાં આવતા ત્યારથી આ નદીને મછુન્દ્રી નદી તરીકે ઓળખવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details