ગુજરાત

gujarat

ETV Bharat / city

Girnar Doodh Dhara Parikrama : બે વર્ષ બાદ પૂર્ણપણે યોજાઈ ગિરનારની દૂધધારા પરિક્રમા,વિધિ જાણો - way of the traditional ritual

પાછલા બે વર્ષથી કોરોના સંક્રમણને કારણે ગિરનારની દૂધધારા પરિક્રમા (Girnar Doodh Dhara Parikrama) પ્રતીકાત્મક રીતે યોજાતી હતી. ત્યારે આ વર્ષે સંપૂર્ણપણે ગિરનારી મહારાજની દૂધધારા પરિક્રમાનું (Girnari Maharaj Doodh Dhara Parikrama )આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના (Junagadh Maldhari Samaj ) લોકો જોડાયાં હતાં.

Girnar Doodh Dhara Parikrama : બે વર્ષ બાદ પૂર્ણપણે યોજાઈ ગિરનારની દૂધધારા પરિક્રમા
Girnar Doodh Dhara Parikrama : બે વર્ષ બાદ પૂર્ણપણે યોજાઈ ગિરનારની દૂધધારા પરિક્રમા

By

Published : Jun 24, 2022, 2:50 PM IST

જૂનાગઢ - દૂધધારા પરિક્રમાની વિશે જણાવીએ તો જેઠ વદ અગિયારસના દિવસે 70 વર્ષથી ગિરનારી મહારાજની દૂધધારા પરિક્રમા (Girnar Doodh Dhara Parikrama) યોજાતી આવી છે. ધાર્મિક આસ્થા વિશ્વાસ અને ભક્તિના સમન્વય સાથે ગિરનારી મહારાજની દૂધધારા પરિક્રમાનું (Girnari Maharaj Doodh Dhara Parikrama )આયોજન ભવનાથમાં રહેતા માલધારી પરિવારો (Junagadh Maldhari Samaj ) દ્વારા કરવામાં આવે છે. દૂધધારા પરિક્રમા પ્રાચીન સમયથી ભવનાથ સ્થિત ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી શરૂઆત થતી હોય છે ત્યાંથી પરિક્રમાર્થીઓ ચાલતા લંબે હનુમાન ભવનાથ મહાદેવ મંદિર વસ્ત્રાપથેશ્વર ગુરુદત્ત કુટીર દૂધેશ્વર મહાદેવ મંદિર થઈને પારંપરિક પરિક્રમાના માર્ગ (way of the traditional ritual) ઉપર આ દૂધધારા પરિક્રમા શરૂ થાય છે.

દૂધધારા પરિક્રમા પ્રાચીન સમયથી ભવનાથ સ્થિત ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી શરૂઆત

આ પણ વાંચોઃ Dudh Dhara Parikrama: 70 વર્ષથી ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે યોજાતી ગિરનારની દૂધધારા પરિક્રમા

આ રુટ પર આગળ વધે છે દૂધધારા પરિક્રમા-જંગલ વિસ્તારમાં જીણાબાવાની મઢી મારવેલા બોરદેવી જેવા પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતા ધાર્મિક જગ્યામાંથી આ દૂધધારા પરિક્રમા (Girnar Doodh Dhara Parikrama) પસાર થાય છે. અહીં ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા અને દર્શન કરીને દૂધધારા પરિક્રમા આગળના પડાવ તરફ આગળ વધે છે. 36 કિલોમીટરના સમગ્ર પરિક્રમા પથ પર સતત દૂધની ધારા વડે ગિરનારી મહારાજનું (Girnari Maharaj Doodh Dhara Parikrama )પૂજન અર્ચન અને ભક્તિ સાથે તેમની પ્રાર્થના થતી હોય છે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં માલધારી સમાજના (Junagadh Maldhari Samaj ) લોકો જોડાય છે અને ગિરનારી મહારાજની ફરતે દૂધની ધારાઓ વડે પ્રદક્ષિણા કરીને સમગ્ર સૃષ્ટિ પર વરુણદેવ પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે તેવી પ્રાર્થના, આસ્થા અને વિશ્વાસ સાથે ગિરનારી મહારાજની દૂધધારા પરિક્રમાનો પ્રારંભ કરે છે. પરિક્રમા સાંજના સમયે ભવનાથ મહાદેવ મંદિર નજીક પરિપૂર્ણ થતી હોય છે.

આ પણ વાંચોઃ Lili Parikrama 2021:આ વર્ષ ની લીલી પરિક્રમામાં સવિશેષ પ્રમાણમાં જોવા મળ્યા મરાઠી પરીક્રમાર્થીઓ

કોરોના સમયમાં પ્રતીકાત્મક પરિક્રમા યોજાઇ હતી - પાછલા બે વર્ષથી ગિરનારની દૂધધારા પરિક્રમા (Girnar Doodh Dhara Parikrama) પ્રતીકાત્મક રીતે યોજાતી આવતી હતી. ત્યારે આ વર્ષે આ પરિક્રમા સંપૂર્ણપણે યોજવાની મંજૂરી આપવામાં આવતા ખૂબ મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ આ પરિક્રમામાં હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ આ પરિક્રમા (Girnari Maharaj Doodh Dhara Parikrama )સારો વરસાદ થાય તેને લઈને યોજાતી આવે છે. જેમાં ભવનાથ સહિત જૂનાગઢના માલધારી સમાજના (Junagadh Maldhari Samaj ) લોકો દૂધ સાથે એકત્ર થાય છે. સમગ્ર ગિરનાર પરિક્ષેત્ર વિસ્તારમાં દૂધની ધારા કરી પવિત્ર કરીને વરુણદેવ સમગ્ર પંથક પર પોતાનું હેત વરસાવે તેવી ધાર્મિક માન્યતા સાથે દશકાઓથી દૂધધારા પરિક્રમા જેઠ વદ એકાદશીના દિવસે યોજાતી આવે છે. જે આ વર્ષે સંપૂર્ણ રીતે યોજાતા ખૂબ મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ ધાર્મિક આસ્થા સાથે જય ગિરનારીના નાથ બોલતાં બોલતાં પરિક્રમાનો આરંભ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details