ગુજરાત

gujarat

By

Published : Jun 15, 2020, 2:31 PM IST

ETV Bharat / city

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે ડોલર કોટેચાની બિનહરીફ વરણી

આજે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની સાથે મેનેજિંગ ડિરેક્ટરની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા અને વાઇસ ચેરમેન તરીકે મનુભાઈ ખૂંટીની બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના પ્રવાસનપ્રધાન જવાહર ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે ડોલર કોટેચાની બિનહરીફ વરણી
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે ડોલર કોટેચાની બિનહરીફ વરણી

જૂનાગઢઃ બેંકના મધ્યસ્થ સભાખંડમાં આજે ચેરમેન તરીકે સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા વાઇસ ચેરમેન તરીકે મનુભાઈ ખૂંટીની બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વિજેતા રહેલા ચેરમેન ડોલરભાઈ કોટેચા અને વાઇસ ચેરમેન મનુભાઈ ખૂંટીને રાજ્યના પ્રવાસનપ્રધાન જવાહર ચાવડાએ ખાસ અભિનંદન પાઠવ્યાં હતાં.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે ડોલર કોટેચાની બિનહરીફ વરણી
આજે ચૂંટણી પૂર્ણ થયા બાદ સહકારી અગ્રણીઓના ઠેકેદારો દ્વારા જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. એકતરફ કોરોના વાયરસનો ખતરો ચાલી રહ્યો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કેટલાક જાહેરનામાઓ આજે પણ અમલમાં છે આવા સમયમાં લગ્ન જેવા શુભ પ્રસંગો પણ બિલકુલ સાદાઈથી અને મર્યાદિત લોકોની હાજરીમાં કરવાનો આદેશ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આજે સહકારી બેંકના પદાધિકારીઓની વરણી બાદ જે આતશબાજીના દ્રશ્યો સામે આવ્યાં હતાં તેને લઈને એટલું કહી શકીએ કે ક્યાંકને ક્યાંક સરકાર દ્વારા જે જાહેરનામાનો અમલ સામાન્ય લોકો કરી રહ્યાં છે તેનો ભંગ ખુદ ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ અને તેમના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે ડોલર કોટેચાની બિનહરીફ વરણી

ABOUT THE AUTHOR

...view details