- જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
- વીડિયોમાં કોવિડ વોર્ડના દર્દીઓ કસરત કરતા હોવાનું દેખાય છે
- ડૉ. દિશા ભટ્ટ સંક્રમિત વ્યક્તિનું મનોબળ વધે તે માટે પ્રયત્નો કરે છે
જૂનાગઢ: શહેર-જિલ્લા સહિત રાજ્યમાં કોરોનાને કારણે ખૂબ જ કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે. કોરોના સંક્રમણના કારણે શરીર પર તો અસર થાય જ છે. સાથે સાથે સંક્રમિત થયેલા લોકોના માનસ પર પણ વિપરીત અસરો પડતી હોવાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા ડૉ. દિશા ભટ્ટ દ્વારા દર્દીઓને કસરત કરાવવાની સાથે સાથે તેમના મનોબળ મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબ કરી રહ્યા છે કોરોના દર્દીઓનું મનોબળ વધારવાનું કામ આ પણ વાંચો:વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓને ગરબા રમાડવામાં આવ્યા
કોરોના સામેની લડાઈમાં દવાની સાથે સકારાત્મક વાતાવરણ પણ જરૂરી
કોરોના વોર્ડમાં ફરજ બજાવતા ડૉ. દિશા ભટ્ટ વોર્ડમાં પ્રવેશતાની સાથે જ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. કોરોનાના આ માહોલ વચ્ચે દર્દીઓને સાજા થવા માટે જેટલી દવાઓની જરૂર છે. તેટલી જ જરૂર સકારાત્મક વાતાવરણની પણ છે. કોરોના વોર્ડની દર્દનાક પરિસ્થિતિ વચ્ચે દર્દીઓનું મનોબળ મક્કમ થાય અને તેઓ કોરોના સામે જંગ જીતી જાય તે માટે વોર્ડમાં સકારાત્મક વાતાવરણ ઉભું કરવામાં આવે છે. વીડિયોમાં દર્દીઓ હળવાફૂલ થઈને વોર્ડમાં કસરતો કરતા અને સંક્રમણ સામેની લડાઈમાં જીત મેળવવા તરફ આગળ વધી રહ્યા હોવાનું જોવા મળે છે.